Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

સ્વામિનારાયણ ગુરૂકુળમાં કાલથી 'બ્રહ્મસત્ર'

છેલ્લા સાડા પાંચ દાયકાની પરંપરાનુસાર ભાવિકોને પ્રાપ્ત થશે 'સત્સંગ, કથામૃત'નો લ્હાવોઃ પ્રણેતાપદે બિરાજશે ધર્મજીવનદાસજી સ્વામીઃ યોગ શિબિર, સત્સંગિ જીવન કથા, વ્યાખ્યાનમાળા, મહાપ્રસાદ સહિતના ધર્મભીના કાર્યક્રમો

સ્વામિનારાયણ ગુરૂકુળમાં કાલથી 'બ્રહ્મસત્ર'

      રાજકોટ તા.૧૨: ભગવાન શ્રીસ્વામિનારાયણે અવનિ ઉપર અવતરી આત્યંતિક મુકિતની અનુપમ પરંપરા પ્રસ્થાપિત કરી. એ પરંપરાના વિશેષ જતન અને પ્રવર્તન કાજે પૂ. ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરૂકુલ સંસ્કૃતિનો પુનરોદ્વાર કરી ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સેવાકાર્યોની સરિતા પ્રવાહિત કરી. તેમાનું એક સોપાન એટલે... બ્રહ્મસત્ર જેમાં મુમુક્ષુઓને અયોગ્ય સ્વભાવને છોડવાનું, વાસનાને વિદારવાનું, મોહને મારવાનું, મનને મૂર્તિમાં જોડવાનું પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મની આરાધના કરવાનું, જીવનને સત્સંગ ભકિતના રંગે રંગવાનું શ્રેષ્ઠ માર્ગદર્શન મળી રહે છે. ત્યારે સતત પપમાં વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં રાજકોટ ગુરૂકુલ ઢેબર રોડ ખાતે શ્રીઘનશ્યામ મહારાજના સાંનિધ્યમાં ૫૫માં બ્રહ્મસત્રનો આવતી કાલથી પ્રારંભ થનાર છે ત્યારે સતત ૬ દિવસ સાંપ્રદાયિક વિવિધ ગ્રંથોની કથાનો તેમજ આધ્યાત્મિક વ્યાખ્યાનામાળા સંત્સગ કથામૃતનો અલભ્ય લાભ પ્રાપ્ત થવાનો છે.

      પૂ. શાસ્ત્રીજી ધર્મજીવનદાસજી મહારાજના પ્રેરણાબળે યોજાનાર ધર્મોત્સવમાં  મહંત દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રા સાથે જ લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, ઘનશ્યામજીવનદાસજી સ્વામી, નારાયણપ્રસાદદાસજી સ્વામી, ભકિતવલ્લભદાસજી સ્વામી,  પ્રભુચરણદાસજી સ્વામી, સંતવલ્લભ દાસજી સ્વામી અને કેશવજીવનદાસજી સ્વામીના દર્શન-સત્સંગનો લાભ મળશે.

      આ પ્રસંગે તન-મનની તંદુરસ્તી માટે યોગ શિબિર દરરોજ સવારેઃ ૬:૧૫ થી ૭ રહેશે જેના માર્ગદર્શક યોગદર્શનદાસજી સ્વામી, યોગસ્વરૂપદાસજી સ્વામી હશે. જયારે આદર્શ સંતજીવન કથન કથામૃત સવારે ૭:૧૫ થી ૮ દરમિયાન તેમજ વડીલ સંતોના ઉદ્બોધન, આશીર્વાદ સવારે ૧૧:૩૦ થી ૧૧:૪૫ બાદ ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજની અમૃતવાણી સાંજે ૬:૪૫ થી ૭ સુધી પીરસાશે.

      અત્રે નોંધનીય છે કે સમગ્ર બ્રહ્મસત્રના મુખ્ય યજમાન પદે નારાયણભાઇ છગનભાઇ ભોરણીયા (જામનગર), જીજ્ઞેશભાઇ, ભરતભાઇ, પૌત્ર ચિ.નિત્ય તથા શ્રીમદ સત્સંગિજીવન કથાપારાયણના વકતા-યજમાન પદે પુરાણી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી રહહેશે. જેનો સમયઃ સવારે ૯ થી ૧૦:૧૫, સાંજે ૪ થી ૫:૧૫ રહેવાનો છે

      મેઘજીભાઇ મહીદાસભાઇ કલોલા, માતુશ્રી દીવાળીબેન કલ્યાણજીભાઇ કલોલા તથા કલોલા પરિવારના પિતૃની સ્મૃતિમાં હ.અમૃતલાલ કલ્યાણજીભાઇ કલોલા, પુત્ર ભાવેશભાઇ અમૃતલાલ કલોલા તથા કમલેશભાઇ ધનજીભાઇ કોરાટ, હ.પુત્ર હિમાંશુભાઇ તથા લાભુબેન ધનજીભાઇ કોરાટ (રાજકોટ) યજમાન રહ્યા છે.

      વચનામૃત કથાના વકતા પૂ. પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી (સાંજે ૫:૧૫ થી ૬:૧૫) તથા યજમાન તરીકે રવજીભાઇ દામજીભાઇ ભોરણીયા (રાજકોટ) હ.પ્રવિણભાઇ તથા વિનુભાઇ ભોરણીયા રહેનાર છે.એવી જ રીતે સત્સંગ વ્યાખ્યાનમાળાના વિદ્વાન યુવાન સંતોના મુખે સત્સગલાભ (સવારે ૧૦:૧૫ થી ૧૧:૩૦) મલશે. જયારે મગનભાઇ દામજીભાઇ ભોરણિયા હ.જીજ્ઞેશભાઇ-મોરબી તથા આત્મારામભાઇ લાલદાસભાઇ પટેલની સ્મૃતિમાં હ.નરેન્દ્રભાઇ (અમદાવાદ) યજમાન હશે.

      સાથે સાથે શ્રીમદ સત્સંગિજીવન સંહિતા પાઠના યજમાનમાં પિતા હસમુખભાઇ ગોવિંદભાઇ પિત્રોડા, પ્રજેશકુમાર હસમુખભાઇ પિત્રોડાની સ્મૃતિમાં હ.માતુશ્રી હંસાબેન હસમુખભાઇ, મયુરભાઇ, તથા ભગવાનજીભાઇ ગંગદાસભાઇ કથીરિયાની સ્મૃતિમાં હ. તુષારભાઇ બી. કથીરિયા (રાજકોટ) સહિત  બ્રહ્મસત્રાર્થી સંતો-ભકતોના દૈનિક ભોજન પ્રસાદના યજમાનોમાં કનુભાઇ કેશુભાઇ  કથીરિયા, હ.પુત્ર સંજયભાઇ તથા પ્રદીપભાઇ- (મોટાઉજળા), લલિતભાઇ નાગજીભાઇ જેસડિયા, હ.ચિ.કેવલકુમાર (રાજકોટ), મોહનબાપાની સ્મૃતિમાં પુત્ર રામભાઇ, મણીલાલભાઇ, મગનભાઇ પટેલ (અરોડા), વનમાળીભાઇ નરશીભાઇ પટેલ (ધરમપુર), પ્રવિણભાઇ ભગવાનભાઇ ચાવડા (રાજકોટ) અને સુરેશભાઇ લાલજીભાઇ પટેલ-રાજકોટનો સમાવેશ થાય છે.ઉપરાંત પંચાજીરીના યજમાન શીવલાલભાઇ નારાયણભાઇ કોરાટ (મીતલ કોપર ઇન્ડસ્ટ્રીઝ) હ.ચેતનભાઇ, અમીતભાઇ (શાપર વેરાવળ) રહેનાર છે. દરરોજ કથામૃત, અમૃતવાણી, સત્સંગ પીરસ્યા બાદ ૧૮મીએ પૂર્ણાહુતિ થનાર છે. સર્વધર્મ પ્રેમીજનોને લાભ લેવા નિમંત્રણ પાઠવાયુ છે.

      કાલે પોથીયાત્રા,દરરોજ રાત્રે જમાવટ

      રાજકોટઃ બ્રહ્મસત્ર મહોત્સવ પ્રસંગે આવતીકાલે પોથીયાત્રા સવારે ૮:૧૫ કલાકે નિકળ્યા બાદ પ્રારંભ સવારે ૯:૩૦ કલાકેથી થશે.

      જયારે રાત્રે ૯:૩૦ વાગ્યે ભાવવંદના શાસ્ત્રીજી મહારાજ જીવન દર્શન બાદ બીજી દિવસે પણ રાત્રે ૯-૩૦ વાગ્યે કોન બનેગા એકાંતિક (સત્સંગ પ્રશ્નોત્તરી) તથા તા.૧૫મીએ સાંસ્કૃતિક કાર્યક્રમ, જમાષ્ટમી- કૃષ્ણપ્રાગટ્યોત્સવ ઉજવણી, તા.૧૬ મીએ સત્સંગ પરિષદ (પ્રશ્નો તમારા જવાબ અમારા) અને તા.૧૭ના પ્રેરક ચરિત્રકથન (નાના સંતો-પાર્ષદો) સહિતના વિવિધ ધર્મભીના કાર્યક્રમો યોજાનાર છે.

 (03:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS