Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

ક્રિષ્ના યુવા ગ્રુપના પ્રમુખપદે બાલાભાઈ વાઘાણીની બિનહરીફ વરણી : કાર્યક્રમો જાહેર

ક્રિષ્ના યુવા ગ્રુપના પ્રમુખપદે બાલાભાઈ વાઘાણીની  બિનહરીફ વરણી : કાર્યક્રમો જાહેર

   રાજકોટ : શહેરના મવડી રોડ પર ભવ્ય રીતે જન્માષ્ટમી ઉજવતી અને સામાજીક સેવાકીય ક્ષેત્રે અગ્રેસર રાજકોટની ક્રિષ્ના યુવા ગ્રુપ સંસ્થામાં પ્રમુખ તરીકે જાણીતા ઉદ્યોગપતિ બાલાભાઈ વાઘાણીની વિજયભાઈ વાંક દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવી છે.સંસ્થામાં ખજાનચી તરીકે વિશિષ્ટ ભૂમિકા ભજવનાર બાલાભાઈએ ૧૫થી વધુ વખત રકતદાન કરેલ છે. સંસ્થા દ્વારા યોજાતા સમૂહ લગ્નોત્સવ અને મવડી સહિતના વિસ્તારોમાં સામાજીક સેવાકીય ક્ષેત્રે બાલાભાઈનું સક્રિય યોગદાન રહ્યુ છે. વિજયભાઈ વાંક આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી નિઃશુલ્ક ફરસાણ વિતરણ, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અને ભાવિ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી અને બેઠકમાં સંજયભાઈ અજુડીયા, રમેશભાઈ વાંક, કનકસિંહ જાડેજા, દિલીપભાઈ, મેયર મયુરભાઈ વાંક, સંજયભાઈ ઠુંમર, પરેશભાઈ હરસોડા, અજીતભાઈ વાંક, પ્રકાશભાઈ ટંકારીયા, અશ્વિન વીરડા, ભરત પટેલ, ભરતભાઈ બાવાજી, કપિલ વાજા સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર : સંદિપ બગથરીયા)

 (03:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS