Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

કાલાવડ રોડ પર બેરીગેટ મૂકી રસ્તો બંધ કરાતા લાતાવાસીઓને મુશ્કેલી

કાલાવડ રોડ પર બેરીગેટ મૂકી રસ્તો બંધ કરાતા લાતાવાસીઓને મુશ્કેલી

   રાજકોટ : કાલાવડ રોડ પર બેરીગેટ મુકી રસ્તો બંધ કરી દેવાતા આ વિસ્તારની સોસાયટીઓનાં રહેવાસીઓને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે જે તસ્વીરમાં દર્શાય છે. આ અંગે લતાવાસીઓએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, રાજકોટના હાર્દ સમાન કાલાવડ રોડ ઉપર આત્મીય કોલેજના ખૂણા પર અનઅધિકૃત બેરેકટ આજુબાજુના લતાવાસી સોસાયટી જેવી કે સિલ્વર એવન્યુ, સ્વાતી, પાવન પાર્ક, ઉમિયા ચોક, નૂતનનગર, શકિતનગર, ફુલવાડી પાર્ક વગેરેનાં સભ્યોને અગવળતારૂપ છે. જેને દૂર કરવા માંગ ઉભી થઇ છે તેમજ બેરેકેટથી નાનામવા અને કાલાવડ રોડને જોડતો મેઇન રસ્તો છે. જે બંધ થતાં દરેક લતાવાસી તેમજ રાહદારીને કારણ વગરની મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે તાત્કાલિક ટ્રાફિક પોલીસ દૂર કરી આપે તેવી માંગ ઉઠવા પામી છે.

 (03:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS