Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

જમ્મુ- કાશ્મીરમાં ભારતીય જવાનો પર પથ્થરમારોઃ ૫૦ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે ફલોટ બનાવાયો

જમ્મુ- કાશ્મીરમાં ભારતીય જવાનો પર પથ્થરમારોઃ  ૫૦ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે ફલોટ બનાવાયો

   રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી જન્માષ્ટમી સમિતિ દ્વારા જન્માષ્ટમી મંડળોના સન્માન સમારંભ રાખેલ તેમાં હિન્દુસ્તાન સંરક્ષણ સંઘ ગયા વર્ષે શોભાયાત્રા ગૌરક્ષા, જમ્મુ - કાશ્મીર બચાવ, આતંકવાદીને ફાંસીની જીવત કૃતિ રાખેલ. જેમાં આ સંઘને તૃતીય ક્રમાંક આવેલ પ્રોત્સાહનરૂપે શિલ્ડ આપી સફળતા બિરદાવેલ હતી. જન્માષ્ટમીની શોભાયાત્રામાં હિન્દુસ્તાન સંરક્ષણ સંઘ છેલ્લા ૧૧ વર્ષથી અલગ અલગ સમાજને જાગૃતિ લગતા ફલોટનું જીવંત દર્શન કરાવે છે. આ વર્ષે જમ્મુ - કાશ્મીરમાં ભારતીય જવાન પર પથ્થરમારો તેમજ ૫૦ ફૂટ રાષ્ટ્રધ્વજ સાથેનો ફલોટ બનાવાયો છે. જન્માષ્ટમીની રથયાત્રા સફળ બનાવવા પ્રમુખ રાઠોડ જીતેશ, રાઠોડ મધુબેન, વાઘેલા પ્રથમ, વાઘેલા કલ્પેશ, ગલીયલ કૌશિક, લધેરદર્શન, વાઘેલા સિદ્ધાર્થ, વસાવડા વિજય, ગોહેલ હાર્દિક, શિંગાળા જયદીપ, વાઘેલા તુશાલ વાઘેલા કુલદીપ ઘાવરી શની, મકવાણા માનીશ, મકવાણા જયદીપ રાષ્ટ્રધ્વજ બનાવનાર ધર્મેશ ગોહેલ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

 (03:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS