Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

જય માતાજી ગ્રુપની 'જનસેવા': કાલે ૧૨૦૦ પરિવારોને ફરસાણ આપી ખુશીઓ વહેંચશે

છેલ્લા ૧૦ વર્ષથી 'જન સેવા એ જ પ્રભુ સેવા'ના સૂત્રને કરાય છે ચરિતાર્થઃ પેલેસ રોડ ઉપર રાજ પ્લાઝા ખાતે ગાંઠીયા, ચવાણુ, સક્કરપારાની ૧ - ૧ કિલોની કિટ અપાશે નિઃશુલ્ક

જય માતાજી ગ્રુપની 'જનસેવા': કાલે ૧૨૦૦ પરિવારોને ફરસાણ આપી ખુશીઓ વહેંચશે

   'સેવા'ના સારથીઃ છેલ્લા ૧૦ વર્ષથી તહેવાર ઉપર ગરીબ, જરૂરીયાતમંદ પરિવારોને ફરસાણ સાથે જ ખુશીઓનું વિતરણ કરનાર જય માતાજી ગ્રુપના સેવાભાવી હોદેદારો, સભ્યોએ 'અકિલા' કાર્યાલય ખાતે સેવાકીય પ્રવૃતિ વિશે પ્રકાશ પાડયો હતો (તસ્વીરઃ વિક્રમ ડાભી)

   રાજકોટ, તા. ૧૨ :. અહીંયા જન્માષ્ટમીના તહેવાર ઉપર ગરીબ, જરૂરીયાતમંદ પરિવારોને ફરસાણ, મિઠાઈ વિતરણ કરી વિવિધ સંસ્થાઓ દ્વારા અંતરના આશિર્વાદ પ્રાપ્ત થતા હોય છે.. તેવી જ રીતે જય માતાજી ગ્રુપ દ્વારા પણ છેલ્લા ૧૦ વર્ષથી અવિરતપણે ચાલી રહેલા 'જનસેવા' યજ્ઞમાં પરોપકારરૂપી આહુતિઓ આપવાના ભાગરૂપે કાલે ૧૨૦૦ જેટલા પરિવારોને નિઃશુલ્ક ફરસાણ સાથે જ ખુશીઓ પણ વહેંચવામાં આવનાર છે.

   આ અંગે આજે 'અકિલા' કાર્યાલય ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના સેવાભાવી અગ્રણીઓએ જણાવ્યુ હતુ કે, આવતીકાલે રાંધણ છઠ્ઠના દિવસે સવારે ૯ થી ૧૨ દરમિયાન યુવરાજ સાહેબ શ્રી જયદિપસિંહજી જાડેજાના પ્રમુખ સ્થાને તથા ડો. હેમાંગ વસાવડાના મુખ્ય મહેમાનપદે રાણા પાન, રાજ પ્લાઝા બિલ્ડીંગ, પેલેસ રોડ ખાતે યોજાનારા જનસેવા યજ્ઞમાં પાસ વિતરણ થયા છે. તેવા ખરાઅર્થમાં જરૂરીયાતમંદ, ગરીબ અંદાજીત ૧૦૦૦ થી ૧૨૦૦ પરિવારોને ગાંઠીયા, ચવાણુ અને સક્કરપારાની એક - એક કિલોની કિટ નિઃશુલ્કપણે વિતરણ કરાશે.

   માત્રને માત્ર ગરીબ પરિવારો તહેવાર ટાણે ફરસાણનો સ્વાદ ચાખી શકે તેવા શુભ હેતુ સાથે યોજાનાર સેવાયજ્ઞમાં કોઈપણ જ્ઞાતિ, ધર્મના લોકો લાભ લઈ રહ્યા છે... સૌ કોઈ સંસ્થાના સદકાર્યને અંતરથી વખાણવા સાથે જ મનોમન આશિર્વાદ પણ આપી જાય છે.

   સેવાકાર્યને સફળ બનાવવા બકુલસિંહ રાણા (મો. ૯૯૨૪૯ ૨૧૦૮૧), રજનીકાંત ઘુઘલ (મો. ૯૬૨૪૦ ૯૫૬૪૪), જીતુભાઈ ગોડા, યુસુફભાઈ સોપારીવાલા, માણસુરભાઈ વાળા, હિતેષભાઈ સાગર અને પંકજભાઈ ગેરેજવાળા   સહિતના જહેમતશીલ છે.(૨-૨૨)

   માત્રને માત્ર 'સેવા'નો જ ઉદ્દેશ્ય કોઈ પાસેથી નથી લેવાતો એક પણ રૂપિયો

   રાજકોટ :. અહીંયા પેડક રોડ ઉપર રાજ પ્લાઝા ખાતે છેલ્લા ૧૦ વર્ષથી અવિરતપણે ગોકુળ આઠમના તહેવાર ઉપર ગરીબ, જરૂરીયાતમંદોને નિઃશુલ્ક ફરસાણ વિતરણ કરી 'જનસેવા એ જ પ્રભુ સેવા'ના સૂત્રને ચરિતાર્થ કરાઈ રહ્યુ છે ત્યારે નવાઈની અને પ્રેરણા બાબત એ છે કે, સંસ્થા દ્વારા સેવા કાર્ય પાછળ થનારો તમામ ખર્ચ રાજ પ્લાઝાના વેપારીઓ, દુકાનદારો જ સ્વયંભુ ભોગવે છે... અત્યાર સુધીમાં અન્ય કોઈ વ્યકિતઓ કે વેપારીઓ પાસેથી એક પણ રૂપિયાનો ફાળો લેવાયો નથી.

 (03:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS