Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

જોહર કાર્ડસ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણોને વિનામુલ્યે રાખડી વિતરણ

જોહર કાર્ડસ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણોને વિનામુલ્યે રાખડી વિતરણ

    ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ દ્વારા તેમની પ૦ વર્ષ જુની પરંપરા મુજબ દર વર્ષ કર્મકાંડી બ્રાહ્મણભાઇઓ તથા પુજારીશ્રીઓને તેમના યજમાનને બાંધવા માટે વિના મુલ્યે રાખડીઓનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પ૦ મું વર્ષ હોય જોહરકાર્ડસવાળા યુસુફભાઇએ તેમની ત્રણ પેઢીના સભ્યો જોહરભાઇ, હસનેન, ઇબ્રાહીમના હસ્તે કર્મકાંડી બ્રાહ્મણ ભાઇઓ તથા પુજારીશ્રીઓને રાખડીઓનું વિતરણ કરેલ હતું. ઘણા ભુદેવોએ લાભ લઇ આશીર્વાદ આપ્યા હતા. યુસુફભાઇએ જણાવ્યું કે અમારે ત્યાંથી દર વર્ષે સેવાભાવી સંસ્થાઓ પણ રાખડીઓ લઇ જાય છે. નારી વિકાસ સમીતીના બહેનો (જે સરહદ ઉપર જવાનોને રાખડી આ વર્ષે મોકલેલ હતી) બોલબાલા ટ્રસ્ટ, યુવા સેના ટ્રસ્ટ, એક રંગ માનસીક વિકલાંગ બહેનોનું સંકલન ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરીષદ પ્રેરીત દુર્ગાવાહીનીના બહેનો સેવાભાવી સંસ્થાઓને રાખડીઓ વિનામુલ્યે અપાઇ હતી.

 (03:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS