Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

મંગળવારે સ્વાતંત્ર્ય પર્વ : વતન પ્રેમ છલકાશે

ઠેર ઠેર ધ્વજ વંદન, દેશભકિતસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલીના આયોજનો : ચોમેર અદમ્ય ઉત્સાહ

મંગળવારે સ્વાતંત્ર્ય પર્વ : વતન પ્રેમ છલકાશે

   રાજકોટ તા. ૧૨ : મંગળવારે સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવાશે. આન, બાન, શાનભેર ત્રિરંગો લહેરાશે. અદભબેર સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન ગવાશે. ચોમેર વતન પ્રત્યેનો પ્રેમ વરસી પડશે. ત્યારે રાજકોટમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ૧૫ મી ઓગષ્ટના  ધ્વજ વંદન તેમજ દેશભકિતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયુ છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

   શ્રીમતી જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ

   શ્રીમતી જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-રાજકોટ અને શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે. જેમાં કોલેજ કેમ્પસ ખાતે તા.૧૫ના સવારે મહાત્મા ગાંધી ચેરી. ટ્રસ્ટના મેજીંગટ્રસ્ટી મનસુખભાઇ જોષીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ તકે ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી ઉપસ્થિત રહેશે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત નૃત્યો અને ગીતો રજુ કરવામાં આવશે. તેમ કોલેજના પ્રિન્સીપાલ યજ્ઞેશભાઇ જોષીની યાદીમાં જણાવેલ છે.(૨૩.૫)

   નૂતન ગર્લ્સ મા. અને ઉ. માધ્યમિક શાળા

   સર્વોદય એજ્યુ. ચેરી. ટ્રસ્ટ રાજકોટની નૂતન ગર્લ્સ મા. અને ઉ. માધ્યમિક શાળામાં તા.૧૫ ઓગષ્ટના સ્વતંત્રદિન નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ધ્વજવંદન સ્કુલના ટ્રસ્ટી દિલીપભાઇ દોણકીયાના હસ્તે કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે હિન્દી ભવનનાં જનાર્દનભાઇ પંડ્યા ઉપસ્થિત રહેશે. આ તકે સંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.(૨૩.૫)

    બુનિયાદ ઉ. માધ્યમિક શાળા

   દોણકીયા એજ્યુ. ચેરી ટ્રસ્ટ રાજકોટની બુનિયાદ ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા.૧૫ ઓગષ્ટના સ્વતંત્રદિન નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ધ્વજવંદન સ્કુલના ટ્રસ્ટી દિલીપભાઇ દોણકીયાના હસ્તે કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે હિન્દી ભવનનાં જનાર્દનભાઇ પંડ્યા ઉપસ્થિત રહેશે. આ તકે સંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

   ગ્રીનવુડ ઇન્ટરનેશન સ્કુલ

   સ્વાતંત્ર્ય દિન નિમિતે ગ્રીનવુડ ઇન્ટરનેશન સ્કુલમાં ધ્વજવંદના મીરામ્બિકા કોલેજ ઓફ એજ્યુકેશન બી.એડ. કોલેજ રાજકોટના વાઇસ પ્રીન્સીાલ બી.એમ. ગોસાઇના હસ્તે રાખેલ છે

   મીરામ્બિકા કન્યા વિદ્યાલય

   સ્વાતંત્ર્ય દિન નિમિતે મીરામ્બિકા શૈક્ષણિક સંકુલમાં ધ્વજવંદના શાળાના આચાર્યા શ્રીમતી હર્ષાબા જાડેજાના હસ્તે સવારે ૯ કલાકે રાખેલ છે.

   સેન્ટ તુલસી સ્કુલ

   સ્વાતંત્ર્ય દિન નિમિતે સેન્ટ તુલસી સ્કુલ રાજકોટમાં ધ્વજવંદના સંસ્થાના ટ્રસ્ટી ભુપેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સવારે ૯ કલાકે રાખેલ છે.

 (02:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS