Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

'મેડ હાઉસ મોકા' કાફેનો પ્રારંભ

કાલવાડ રોડ પર આકર્ષક લાઇટીંગ-સંગીતની સુરાવલી સાથે 'વેરાયટીઝ ઓફ ફુડઝ'નો આહલાદક લ્હાવોઃ યુવાવર્ગમાં ભારે ઉત્સાહઃ ચાર અલગ-અલગ થીમમાં મસ્તમજાનું વાતાવરણ

'મેડ હાઉસ મોકા' કાફેનો પ્રારંભ

      રાજકોટ તા.૧ર : રાજકોટવાસીઓ સાતમ-આઠમના તહેવારોમાં 'કાફે' ત્થા 'વેરાયટીઝ' ઓફ ફુટઝનો લ્હાવો માણી શકાશે. કાલાવાડ મેઇન રોડ પર જીનીયસ સ્કુલ સામે અને અંધ-અપંગ વૃધ્ધાશ્રમની બાજુમાં 'મેડ હાઉસ મોકા' કાફેનો સાંજથી દબદબાભર્યો પ્રારંભ થયો છે.

      નયનરમ્ય વિશાળ જગ્યામાં જાયન્ટ શીપીંગ કન્ટેનરમાં  સુંદર વાતાનુકુલીત વાતાવરણમાં ગોઠવાયેલ સુંદર બેઠક વ્યવસ્થાનો અનેરો નજારો  છે ઉપરાંત ખુલ્લી ગેલેરીમાં પણ ખુલ્લા આકાશ વચ્ચે ડીનર પાર્ટીની પણ વ્યવસ્થા રખાઇ છે.

      મિત્રો સાથે ગ્રુપમાં તથા નાની-મોટી પાર્ટીઓ પણ આ નયનરમ્ય આહલાદક વાતાવરણમાં ગોઠવાઇ શકે તે માટે પણ 'મેડ હાઉસ મોકા'ના સંચાલકોએ વ્યવસ્થા ગોઠવી છે.

      યુવા વર્ગ ગ્રુપ સર્કલમાં ત્થા સંસ્કારી પરિવારો એક એવા સ્થળે સુંદર વાતાવરણ વચ્ચે મિજબાની, બર્થ-ડે પાર્ટી, એન્ગેજમેન્ટ પાર્ટી સહિતના કાર્યક્રમો પણ ગોઠવી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.

      રાજકોટ એક અનેરા કાફેની મજા સાથે પંજાબી-ચાઇનીઝ થાઇ ફુડઝનો પણ સ્વાદ માણી શકે છે.

      આજ સાંજથી રાજકોટ લાઇટીંગ વ્યવસ્થા સાથે એકી સાથે અલગ-અલગ પ્રકારના ચાર અદકેરા અનુભવો માણી શકાશે.

      સુંદર મજાના મનભાવન ગીત-સંગીતની સુરાવલીઓ સાથે જાણીતા માસ્ટર સેફ દ્વારા બનાવાયેલ ફુડઝ એક અનેરી રંગત લાવશે.

      આજ સાંજથી એક અલગ પ્રકારના આયોજનનો પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર જીનીયસ સ્કુલની સામે કોસ્મોપ્લેકસ સિનેમાથી આગળ સુંદર મજાના લોકેશનમાં ચાર યુવાન ભાઇબંધો દર્શનસિંહ જાડેજા, મનન ભારદ્વાજ, હાર્દિકસિંહ જાડેજા તથા મયુરસિંહ ઝાલા દ્વારા મેડ હાઉસ મોકાનું જબરદસ્ત આગેવાન કરાયુ છે.'મેડ હાઉસ મોકા'માં યુવાન દિલો માટે મસ્ત મસ્ત ઓપન ગાર્ડન, ભવ્ય શીપીંગ કન્ટેનર થીમ, મસ્ત ગાર્ડનમાં બીચ સેન્ડમાં ટેબલ ઓપન ગાર્ડનમાં યુવાનો માટે મસ્ત ઝુલા સાથેના ડીનર ટેબલો, પરિવાર માટે મોટા સંયુકત ટેબલમાં સામુહિક ફુડઝ મિજબાનીની સુંદર વ્યવસ્થા ગોઠવાઇ છે.

      આજ સાંજે ૬ વાગ્યે ગ્રાન્ડ ઓપનીંગ સેલીબ્રેશનથી મેડ હાઉસ મોકાનો પ્રારંભ થશે. 'મેડ હાઉસ મોકા'માં આહલાદક વાતાવરણમાં કેફેમાં ચા-કોફી-બેવરેજીસ હળવા નાસ્તા ઉપરાંત જાણીતા માસ્ટર કુક દ્વારા પજાબી, મેકસીકન, થાઇના, ચાઇનીઝની ડીલીસીયસ વેરાયટી ઓફ ફુડઝ મળશે. મેડ હાઉસ મોકાનું ખાસ નજરાણું એ છે કે અહીયા 'થીમ બેઝ' કેફે માણવા મળશે. ચાર-ચાર અલગ-અલગ અનુભવોમાં જાયન્ટ શીપીંગ કન્ટેનર, યુનિક ગાર્ડન ગજીબો, રૂફટોપની ઠંડી-ઠંડી હવા વચ્ચે યુવાન મિત્રોને ચીટચેટની મજા, ટુંકમાં ચાર-ચાર અલગ-અલગ અનુભવો 'મેડ હાઉસ મોકા' એક જ સ્થળે કરાવશે. ચાર યુવાન મિત્રોનું સુંદર જબરદસ્ત આયોજન રંગ લાવશે તે નિશ્ચિત છે.(૩-૧ર)

       

 (02:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS