Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

ચોટી કાંડ માનવ સર્જિતઃ વિજ્ઞાન જાથાનો પર્દાફાશ

રાજકોટના બન્ને ચોટી પ્રકરણમાં ઘરના સદસ્યો સંકળાયેલા હોવાનું ખૂલ્યું: મહિલાએ વાળ કાપી લોકોને મૂર્ખ બનાવ્યા : ઢોંગ-ધતિંગ કરતી મહિલાએ વાળ કાપી લોકોને મુર્ખ બનાવ્યાં: આંબેડકરનગરમાં જાથાની બે દિવસની તપાસમાં નાટકીય કબુલાત આપી દીધીઃ કિશોરીને ઇલેકટ્રીક શોટ આપવો પડશે તેવું કહેતા બીજે દિવસે સ્વસ્થ થઇ ગઇઃ ઓમનગરમાં બે મહિલા શંકાના દાયરામાં આવતા તુરંત માફી માંગી લીધીઃ ભૂત ત્રણ દિવસ વાસ કરે છે તેથી સોનલને સારું થઇ ગયું: અફવા અને અંધશ્રધ્ધા ફેલાવવા બદલ બંનેએ કબુલાત આપી માફી માંગી લીધીઃ ચોટી કાંડમાં પોતાના તરફ ધ્યાન ખેંચવા જાતે કૃત્ય અને ઇર્ષા પાડી દેવા, વિકૃત હરકતઃ મહિલાઓએ અંધશ્રધ્ધા અને અફવાથી દૂર રહેવા જાથાની અપીલઃ લાલ કપડાવાળી સ્ત્રી, સુક્ષ્મરૂપે વાળ કાપવાની ઘટનાનું પોલ ખોલ કરતું જાથાઃ મનના તરંગોએ રાજકોટની બંને ઘટના મહિલા સર્જીત સાબિત થઇ

ચોટી કાંડ માનવ સર્જિતઃ વિજ્ઞાન જાથાનો પર્દાફાશ

      રાજકોટ તા. ૧ર :.. ભારતભરમાં ચોટી કાંડે હાહાકાર સજર્યો છે. ત્યારે ગુજરાતમાં ચોટી કાંડના પ્રવેશે ચિંતા સર્જી છે.

      ગુજરાતમાં પ્રારંભમાં પરપ્રાંતિય મહિલાના ભોગ બાદ ગુજરાતી મહિલામાં ચોટી કાંડે પ્રવેશ કર્યો છે. તેને દાબી દેવા, અટકાવવા માટે ભારત જન વિજ્ઞાન જાથાએ કમર કસ્સી છે. રાજકોટના બંને હિસ્સામાં ચોટી કાંડમાં મહિલાના તરંગોના કારણે બનાવ ઉભો કરવામાં આવ્યો છે. જે માનવ  સર્જીત સાબિત થયું છે. સમગ્ર ગુજરાતમાં ચોટી કાંડ અફવા સાથે માત્ર અંધશ્રધ્ધા જ છે ઉપરાંત મહિલા દ્વારા જ વાતનું વતેસર કરી પોતાના તરફ ધ્યાન ખેંચવા કૃત્ય આચર્યાનું ખુલ્યું છે. અંધશ્રધ્ધા, અફવાથી દૂર રહેવા મહિલાઓને જાથાએ અપીલ કરે છે.

      રાજકોટના આંબેડકરમાં ચોટીકાંડ શરૂ થતાની સાથે ગાંધીધામ-ગળપાદર, ધારી, ખેરાલુ, અંકલેશ્વરમાં એકાએક ચોટી કાંડમાં મહિલાનું બેભાન થવું, ચોટલો કપાઇ જવો, લાલ કપડાવાળી સ્ત્રી, ભીખ ભાંગતી મહિલા, બીલાડી છૂપા પગે આવે તેવી જાત-જાતની માથા ધડ વગરની કહાની થવાના કારણે ચોટી કાંડે બિહામણું સ્વરૂપ ધારણ કર્યુ છે. તેની તપાસ કરતા જાથાના કાર્યકરોને પ્રાથમિક તબકકે માનવ સર્જિત ખુલ્યું છે. ખેભાતમાં ચુડેલ નહિ પરંતુ ભય, ડર, ખ્વાબ અને વાતોની આડ અસર, થકાન કારણે હતું.

      રાજકોટમાં આંબેડકરનગરમાં ધો.૧ર માં અભ્યાસ કરતી સોનલ રામબહાદુર કુસવાવ બંધ ઘરમાં પાંચ વ્યકિતઓ સુતા  હતાં ત્યારે રાત્રીના ચોટલો કપાઇ ગયો. લાલ કપડાવાળી સ્ત્રી પલંગ નીચે આવીને વાળ કાપી ગઇ તેવી વાર્તા જાહેર થઇ. તેના માતા-પિતા યુ.પી.માં ગયા હતાં. ચાર બેન અને એક ભાઇ, વિશાળ પરિવાર સાથે જ રહે છે. બનાવના પાંચ કલાક બાદ જાથાને માહિતી પહોંચી ખાનગીમાં તપાસ શરૂ કરી દીધી હતી.

      જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા સમગ્ર પ્રકરણ પડદો ઉચકવા માલવીયા, નગરના પો. ઇન્સ. બી. એમ. જાડેજાને રૂબરૂ મળી ખાનગી તપાસથી વાકેફ કરી પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટે. પવાર, પોલીસ કર્મચારીઓ, જાથાના મનસુખભાઇ મૂર્તિકાર, અંકલેશ ગોહીલ, નિર્ભય જોશી, ભાનુબેન ઘટના સ્થળે પહોંચી ગયાં. સોનલે ગભરાઇ જવાનો ઢોંગ કરી તેની માતા પાસે સરકી ગઇ. ખુબ ભયભીત છે. તેવો દેખાવ કર્યો. વારંવાર બેશુધ્ધ થવાનો ખેલ શરૂ કરી દીધો. પુછપરછમાં પડોશીઓ ઉપરાણું કરવા માંડયા. મણીબેને કીધું ભુતનો વાસ ત્રણ દિવસ જ  રહે છે. લાલ કપડાવાળી સ્ત્રીનું કારસ્તાન છે. જાથાના પંડયાએ કીધું કે અમને ખબર છે. જમીન પગ નીચે સરકી જશે. જે કાતરનો ઉપયોગ કર્યો છે તેને લેવા આવ્યા છીએ. સૌ પ્રથમ જમીન ઉપર ગાદલામાં સૂતીહતી હવે પલંગ ઉપર સુતી હતી, વિરોધાભાસ કથનો જાથાએ મુકયા. સોનલને મુસીબત દેખાઇ બે દિવસથી ખાધુ નથી. જાથાએ કીધું તેને જમાડી છે. અમે તેને સારુ ન થાય તો માનસીક ડોકટર પાસે લઇ જઇને ઇલેકટ્રીક શોર્ટ આપીશું. સૌને ગંભીરતાનો ખ્યાલ આવી ગયો.

      બીજે દિવસ બાર વાગ્યે સરોજીની નાયડુ વિદ્યાલયમાં મળવાનું નકકી થયું.  એકાએક સોનલ સારી થઇ ગઇ સવારે પરોઠા વિગેરે જમીને સ્વસ્થ થઇ વાતો કરવા લાગી તેને વાલી રાજુભાઇ સ્કુલે લઇ ગયાં બપોરે જ ભાંડાફોડ થવાના હતો તેનાં ઘરના સભ્યોએ અંતરાય ઊભુ કર્યુ જાથા પહોંચે તે પહેલા સ્કુલેથી નીકળી ગયાં. તેથી જાથાએ રાત્રે ફરીથી સોનલના ઘરે  પહોંચી ગયાં. ઘરના સદસ્યોએ સંતાડેલી કાતર આપો તો ગુમ થઇ ગઇ છે મળતી નથી. શંકાના દાયરાની નામાવલી જાહેર કરી દીધી. રૂબરૂ આવવું પડશે. મામલો માફી માંગી પ્રકરણ બંધ કરવા સુધીની વાત આવી સોનલ, તેની મોટીબેન, સહુએ કરી દીધી. અંધશ્રધ્ધામાંથી બહાર લાવવા ચમત્કારીક પ્રયોગનું નિદર્શન પણ જાથાએ કરી પ્રયાસ કર્યો.

      અફવા અને અંધશ્રધ્ધા ફેલાવતા કૃત્ય બદલ ત્રણેયએ માફી માગી એક તબકકે સોનલે હાથ જોડવાનો એકાએક પ્રયાસ કર્યો હતો. આંબેકડર ચોટી કાંડ પ્રકરણમાં મહિલા સદસ્યની જ સંડોવણી ખુલ્લી હતી.

      રાજકોટમાં ઓમનગર શેરી નં. ૧૧, બંધ ગલી, દેશળભગતના મંદિરની સામે ભરતભાઇ દાનસીંગભાઇ રહેવરની પત્નિ ઇન્દુબેન ના વાળ રાત્રીના કપાઇ ગયાં, એક ભીખ માંગતી સ્ત્રી બપોરે આવી હતી. ઘરની ડેલી બંધ હતી. રાત્રીના વાળ ચોટી કાંડ થઇ ગયો. આસપાસની મહિલાઓએ ચોટી કાંડમાં અગ્નિનો હોમ કરી ભય-ડર ઉભો થાય તેવી વાતો મુકી દીધી. પડોશીઓએ પણ લાલ કપડાવાળી સ્ત્રીને જોઇ હતી.

      વિગેરે અફવાએ સ્થાન લીધું. જાથાના ચેરમેન જયંત પંડયાએ રાત્રે જ મુલાકાતે જવાનું નકકી કર્યુ. ત્યારે કિરણ ભરતભાઇ કુરીયરમાં કામ કરે છે. તેની પત્નિ દિવ્યા હાજર હતી. ત્યાંથી સીધા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી વણઝારાને મળીને હકિકતથી વાકેફ કર્યો. એક પોલીસ વાન આપી દીધી. પો. કોન્સ્ટે. રાજભા પરમાર એસ. આર.પી. આર. યુ. પટેલ, પો. કોન્સ્ટે. મોસીંગ નાગોરી બીજીવાર ઇન્દુબેન પાસે પહોંચી ગયાં ઘરના સદસ્યોને વારા ફરતી પુછપરછ કરી, ચોટીકાંડમાં કયાંય મેળ ખાતો ન હતાં. પુત્રવધુ દિવ્યા ફસાઇ ગઇ. પાડોશીએ બપોર કોઇ લાલ કપડા વાળી સ્ત્રીને જોઇ નથી, કોઇ ભીખ માંગવા આવેલ નથી.ઘર આખુ એકલું પડી ગયું.

      વિરાણી હાઇસ્કુલમાં પટ્ટાવાળા ભરતભાઇ રહેવર હમણા જ નિવૃત થયા હોય જયંતભાઇ અમે તો ફસાઇ ગયાં છીએ. આજુબાજુના લોકો શાંતી લેવા દેતા નથી. જાથાએ ચોટી કાંડમાં સંડોવણીનું નામ જાહેર કરી દીધું. બે વ્યકિતમાંથી એક છે. નિશાબેન ઘણા સમયથી રીસામણે છે બે પુત્રી છે. માનસીક બિમારીની દવા ચાલે છે. ઇન્દુબેનના હોંશકોંશ ઊડી ગયા હતાં. બોલી શકતા ન હતાં. ચોટી કાંડમાં ઘરના વ્યકિતની સામેલગીરીને કારણે કબુલાત સાથે માફી માંગી  લીધી. સરળ સ્વભાવના ભરતભાઇ હોય સ્વીકારી લીધું. આગળ ફજેતો ન થાય તેવું જાથાને કહેવા લાગ્યાં.

      ભાનુબેન ગોહીલે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી. આસપાસ સર્વે કરી લીધો તે કામ આવ્યો. મનસુખભાઇ ખેતાભાઇ સ્થળ ઉપર કામગીરી બજાવી માનવ સર્જિત સાબિત થવાની સાથે ચોટી કાંડનો ફિયાસ્કો થયો.

      એડવોકેટશ્રી જયંત પંડયા જણાવે છે કે વિશ્વમાં ભુત, પ્રેત, ડાકણ, પીશાચ, અદૃશ્ય શકિત, મેલી વિદ્યાનું અસ્તીત્વ જ નથી. લાલ કપડાવાળી કોઇ જ નુકશાન ન કરે, મનની ભ્રમણા દૂર કરવા માટે દાખલો આપ્યો હતાં.

      બંને ચોટી કાંડ માનવ સર્જિત ઘરના સદસ્યોની સામેલગીરી ખુલ્લી હતી. રાજકોટ પોલીસ કમીશ્નર કચેરી, માલવીયાનગર પો.ઇન્સ. જાડેજા, તાલુકા પોલીસના પો. ઇ. વણજારાએ સંપૂર્ણ સહયોગ જાથાને આપ્યો હતો.

      ગાંધીધામ પ્રકરણ ચોટી કાંડમાં જાથા સદસ્યે તપાસ પુર્ણ કરેલ છે. તેમાં પણ ઘરના સદસ્યની સંડોવણી બહાર પાડવામાં આવશે.

      રાજયમાં ચોટી કાંડ અફવા, અંધશ્રધ્ધા, માત્ર છે. તેને બહેકાવી - ખોટી વાતો ન મુકવા જાથાએ અપીલ કરેલ  છે. વધુ માહિતી માટે મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

 (11:45 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS