Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

સ્વાઇન ફલુથી બચવા માટેના આયુર્વેદિક ઉપાયો

સ્વાઇન ફલુથી બચવા  માટેના આયુર્વેદિક ઉપાયો

      આ રોગથી બચવા માટે (ઇમ્યુનીટી) રોગ પ્રતિકારક શકિત એ એકમાત્ર ઉકેલ છે.

      જયારે વિશ્વની તમામ દવાઓ તથા સારવાર રોગ પ્રતિકારક શકિત વધારવામાં અને વાઇરલ રોગોનો નાશ કરવામાં નિષ્ફળ જઇ રહી છે ત્યારે આયુર્વેદ દ્વારા રોગપ્રતિકારક શકિત ચોક્કસપણે વધારીને આવા રોગોનો નાશ કરી શકાય છે અને આમ આવનાર સમયમાં આયુર્વેદ અમૃત તુલ્ય સાબિત થશે જ.

      આયુર્વેદમાં રોગપ્રતિકારક શકિતનો આધાર જઠરાગ્નિ પર રહેલો છે અને માટે જ કહ્યુ છે કે, સર્વ રોગાદડપી મંન્દેડગ્નિ:

      બધા જ રોગો મંદાગ્નિથી ઉત્પન્ન થાય છે અને વિષાણુઓ (વાઇરસ) શરીરમાં હવા, પાણી અને ખોરાક દ્વારા પ્રવેશીને જઠરાગ્નિને મંદ કરીને જ રોગોની ઉત્પતિ કરે છે ત્યારે નીચે મુજબના ઉપાયો દ્વારા જઠરાગ્નિને તીવ્ર રાખીને ચોક્કસપણે આ રોગથી બચી શકાય છે.

      (૧) આ રોગથી પીડાતા રોગીથી સાવચેત રહેવુ

      (ર)  આવા સમયમાં -

      - તુલસીના પાનનો ઉકાળો પીવો

      - હળદર-મીઠાના પાણીના કોગળા કરવા

      - ઘરમાં ગુગળ, લીમડો, રાઇ, મીઠુ, લોબાન અને નગોડ જેવા દ્રવ્યોનો ધુપ કરવો.

      (૩) રોગથી પીડાતા દર્દી સાથે રહેનારે

      - નીલગીરીના તેલ સુંઘતા રહેવુ

      - દર્દીના મળ-મુત્ર-થુંકથી સાવચેત રહેવુ

      - સુંઠનું ઉકળોલુ પાણી પીવુ.

      (૪) હળવુ તથા સુપાચ્ય ભોજન લેવુ.

      સ્વાઇન ફલુની આયુર્વેદિક દ્રષ્ટિએ સારવાર જોઇએ તો

          દર્દીને મોથ, ઉશીર, પર્યટક (પિત્ત પાપડો), ચંદન, સુંઠ, તથા હીબેરનું ઉકાળેલુ પાણી પાવુ

          સવાર-સાંજ તુલસીપત્ર ૮-૧૦ તથા કાળામરી (બે થી ત્રણ)નો ઉકાળો કરી ચોથાભાગે ગાળીને પાવો.

          સુદર્શન ચુર્ણ અથવા ગોળી સવાર-બપોર-સાંજ લેવી

          ત્રિભુવન કીર્તી રસની ગોળી સવાર-બપોર-સાંજ લેવી.

          જો દર્દીને પેટ સાગ ન આવતુ હોય તો હરડે ચુર્ણ અથવા ગોળી દ્વારા પેટ સાફ કરાવવુ

          સરસીયુ તેલ, અજમો અને કપુરવાળુ પકાવીને અને વાસાના ભાગમાં માલીસ કરી શેક કરવો.

      ઉપરોકત ઉપચારો દ્વારા ઘટેલી ઇમ્યુનીટી (રોગપ્રતિકારક શકિત) જઠરાગ્નિ પ્રદીપ્ત થવાથી વધે છે અને શરીર માટે જરૂરી એવી ધાતુઓ, ઉપધાતુઓ, દોષો તથા જરૂરી તત્વોનું આવશ્યક માત્રામાં નિર્માણ કરે છે.

      આમ રોગ પ્રતિરકારક શકિત વધતા હાલના સમયમાં પ્રસરેલો રોગ-સ્વાઇન ફલુ ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ વગેરે વિષાણુજન્ય સંક્રામક રોગોની સામે રક્ષણ મેળવી શકાય છે-મટાડી શકાય છે.

      આમ છતાં રોગનું બળ જોઇને કોઇપણ ચિકિત્સા પધ્ધતિ સાથે આ પ્રકારની આયુર્વે સારવાર જો કરવામાં આવે તો વિશ્વને આપણે એક ઉત્તમ ચિકિત્સા સારવાર આપી શકીએ તેમ છીએ.

      આ રોગની સામ્યતા ચરક સંહિતાના ચિ.અધ્યાય-૩માં બતાવેલા કકોલ્બણ (કફપ્રધાન) સન્નિપાત જવરો સાથે મળતી આવે છે જેમ કે

      આલાસ્યારૂચિ હલ્લાસદાહ વમ્યરતિ ભ્રમેઃ ા

      કકોલ્બણં સન્નિપાતંત તન્દ્રાકાસેન ચાદિશેત ાા

      પ્રતિશ્યાયચ્છર્દિરાલસ્યં તન્દ્રારૂચિગ્નિ માર્દવમ ા

      હીનવાતે પિતમધ્યે લિડા લિંગમ શ્લેષમાધિકે મતમ ાા

      એટલે કે આળસ, અરૂચી, હલ્લાસ-મોળ, ઉંબકા, દાહ, ઉલ્ટી, અરતી-બેચેની, ભ્રમ-ચક્કર આવવા, તંદ્રા-ઘેન રહેવંુ, કાસ-ઉધરસ આવવી, પ્રતિશ્યામ-શરદી, સળેેખમ, અગ્નિમંદતા-ભુખ ન લાગવી કે પાચન ન થવુ જેવા લક્ષણો થવા.

      ભાવ પ્રકાશ ગ્રંથમાં સન્નિપાત જવરોમાં બતાવેલા કર્કટક-વૈદારીક-ભલ્લુ-શીધ્રકારી સન્નિપાત જવરો પણ આ રોગની સાથે સામ્યતા ધરાવે છે.

      આયુર્વેદમાં હવા, પાણી અને ખોરાકથી ફેલાતા રોગોને જનપદોદવંસજ રોગો તરીકે ઓળખવામાં આવે છે.

      આયુર્વેદમાં Indluenza ને શ્લેષ્મક જવર તરીકે ઓળખવમાં આવેલ છે અને તેનો સમાવેશ જનપદોધ્વંસજ વ્યાધીઓમાં કરવામાં આવેલ છે. હાલમાં વ્યાપક રૂપમાં ફેલાયેલો 'સ્વાઇન ફલુ' H1N1 એ ઇન્ફલુએન્ઝાના નવા પ્રકારના વાઇરસથી ફેલાતો રોગ છે.

      ઓમ સ્વાઇન ફલુને ચોક્કસ આયુર્વેદની દ્રષ્ટિએ શ્લેષ્મક જવર સાથે સરખાવી શકાય.

      આ શ્લેષ્મક જવરમાં શરીરની અનેક માંસપેશીઓમાં વેદના સાથે ઉત્પન્ન થતો પરમ સંક્રામક (ઝડપથી ફેલાતો) રોગ છે.

      આ રોગની સંક્રમણશીલતા એટલે કે ફેલાવો જુદા જુદા રૂપમાં જોવા મળે છે.

      આ ફેલાવો કયારેક ધીમો તથા પ્રાદેશીક તો કયારેક ઝડપથી પ્રબળ અને વ્યાપક રૂપમાં હોય છે.

      હાલમાં એવુ કહી શકાય કે ઝડપથી અને વ્યાપકપણે મોટાભાગના દેશોમાં ફેલાઇ રહશયો છે.

      'શ્લેષ્મક જવર' Swine flu (કહી શકાય)  રોગથી પીડીત વ્યકિતના ઉચ્છવાસના સંપર્કમાં આવવાથી શ્વાસ માર્ગ દ્વારા વિષાણુઓ પ્રવેશ કરે છે અને ફેફસાને દુષીત કરે છે (બગાડે છે) તેવી જ રીતે ખોરાક સાથે પ્રવેશેલા વિષાણુઓ પાચનતંત્રને દુષીત કરીને આ રોગમાં નીચે મુજબના લક્ષણો ઉત્પન્ન કરે છે.

      લક્ષણો

       શ્વાસ લેવામાં તકલીફ પડવી

       શરદી, સળેખમ થવુ તથા કફ થવો

       બેચેની, અંધારા આવવા    

       માનસીક તાણ અનુભવવી

       માથુ ભારે લાગવુ  

      છાતી અને પેટમાં દુઃખાવો થવો

       ખુબ જ ઉલ્ટીઓ થવા ઝાડા થવા

       શરીરનું તાપમાન વધવુ (તાવ આવવો) નબળાઇ લાગવી.

      બાળકોમાં જોવા મળતા લક્ષણો

       ખુબ જ ઝડપીથી શ્વાસ લેવો અથવા કટકે-કટકે શ્વાસ લેવો.

       પામડીનો કલર ભૂરો અથવા શયમ વર્ણનો (કાળો) થવો.

       પાણી ન પી શકવું

        અરૂચિ -કયાંય ન ગમવું- સતત રડવું.

      આવા લક્ષણો થાય તો તરત જ તેની સાવરાર કરવી જરૂરી છે અને મટી ગયા પછી પણ ખુબ જ કાળજી લેવી જરૂરી છે, કારણ કે ઘણીવાર રોગ શાંત થયા પછી પુષ્કળ પ્રમાણમાં કફ સાથે ફરી ઉથલો મારી ઘાથક નીવડે છે.

      આ રોગની સામ્યતા ચસ્કસંહિતાના ચિકત્સા સ્થાનના અધ્યાય-૩માં બતાવેલા કફોલ્બણ (કફપ્રધાન) સન્નિત પાત જવરો સાથે મળતી આવે છે  જેમકે,

      આમ ખરૂ જોતા આ રોગથી ગભરાવાની જરૂર નથી પરંતુ બનાવેલ ઉપરોકત સરળ ઉપચારો અને સાવચેતીથી ધીરજપૂર્વક સામનો કરવાથી ચોક્કસ સફળતા મળે છે.

      ડો. જયેશ એમ. પરમાર

      પંચકર્મ ફીઝીશ્યન

      સરકારી આયુર્વેદ હોસ્પિટલ,

      ૩૧/૩૬ કરણપરા, રાજકોટ.

      (મો. ૯૪૨૬૨ ૦૭૫૪૩)

 (09:33 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS