Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

સ્વાઇન ફલૂનો ભરડો યથાવતઃ સિવિલમાં વધુ બે મહિલાના મોતઃ ૩૧ દર્દી સારવારમાં: ૨૬ પોઝિટીવ

પાંચ દર્દીના રિપોર્ટ બાકીઃ શહેર-ગ્રામ્યના મળી કુલ મૃત્યુ આંક ૫૮ થયો

      રાજકોટ તા. ૧૨: સ્વાઇન ફલૂના રોગચાળાએ ભરડો લેવાનું યથાવત રાખ્યું છે. રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં રાત્રે વધુ એક મહિલાનું મોત થયા બાદ આજે સવારે વધુ એક મહિલાએ દમ તોડી દીધો છે. કોટડા સાંગાણીના અરડોઇ ગામના ૫૨ વર્ષના મહિલાનું રાત્રે મોત થયું હતું. જ્યારે ટંકારા હમિરપરના એક મહિલાનો સવારો ભોગ લેવાયો છે. સ્વાઇન ફલૂ વોર્ડમાં દર્દીઓની સંખ્યા વધતાં બેડ વધારવા પડ્યા છે અને વેન્ટીલેટરની સુવિધા પણ વધારાઇ છે. આજે બપોરે ૩૧ દર્દી દાખલ છે, જેમાં ૨૬ના રિપોર્ટ પોઝિટીવ છે અને પાંચ દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે.

      જાણવા મળ્યા મુજબ અરડોઇ ગામના બાવન વર્ષના મહિલાને ૮મીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સઘન સારવાર શરૂ કરાઇ હતી. ગત રાત્રે આઠેક વાગ્યે તેમનું મોત નિપજતાં પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. તેમજ ટંકારાના હમિરપરના ૪૨ વર્ષના પટેલ મહિલા ૫મીથી સારવાર હેઠળ હતો. રિપોર્ટ પોઝિટીવ હતો. તેનું પણ સવારે મોત નિપજ્યું છે.

      સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોઇ સ્વાઇન ફલૂ વોર્ડમાં વધુ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આજે બપોરે વોર્ડમાં ૩૧ દર્દી સારવાર હેઠળ છે. જેમાં ૨૬ રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલા છે. ગઇકાલે જ ગાંધીનગરની આરોગ્ય અધિકારીઓની ટીમે રાજકોટની મુલાકાત લઇ ખાસ સુચનાઓ આપી હતી. તબિબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા સ્વાઇન ફલૂ વોર્ડમાં સતત દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે. (૧૪.૫)

       

 (09:32 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS