NRI Samachar

News of Friday, 11th August, 2017

યુ.એસ. માં વર્જીનીઆ સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન પોલિટીકલ એક્‍ટીવીસ્‍ટશ્રી રાજેન આનંદનું નિધન : ઈન્‍ડો અમેરિકન પોલિટીકલ એશોશિએશના ફાઉન્‍ડર સ્‍વ આનંદે ૮૦ વર્ષની જૈફ વયે ચિર વિદાય લીધી

યુ.એસ. માં વર્જીનીઆ સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન પોલિટીકલ એક્‍ટીવીસ્‍ટશ્રી રાજેન આનંદનું નિધન : ઈન્‍ડો અમેરિકન પોલિટીકલ એશોશિએશના ફાઉન્‍ડર સ્‍વ આનંદે ૮૦ વર્ષની જૈફ વયે ચિર વિદાય લીધી

            વર્જીનીઆ : યુ.એસ.માં વર્જીનીયા સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન પોલિટીકલ એક્‍ટીવીસ્‍ટ શ્રી રાજેન આનંદનું ૨ ઓગ. ૨૦૧૭ ના રોજ ૮૦ વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

            સ્‍વ. આનંદએ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્‍ટ બિલ કિલન્‍ટન તથા બરાક ઓબામા તથા પૂર્વ સેક્રેટરી ઓફ સ્‍ટેટ શ્રીમતિ હિલેરી કિલન્‍ટનના કાર્યકમ દરમિયાન યુ.એસ.ના ડીપાર્ટમેન્‍ટ ઓફ એગ્રિકલ્‍ચરમાં સેવાઓ આપી હતી. તેમજ તેઓ ઈન્‍ડો અમેરિકન પોલિટીકલ એશોશિએશનના ફાઉન્‍ડર હતાં. તેમને મેરીલેન્‍ડ સ્‍ટેટ હાઉસ ઓફ ડેલિગેટસ મેમ્‍બર શ્રી કુમાર બ્રેવ સહિતના અગ્રણીઓએ શ્રધ્‍ધાંજલી આપી હતી. શ્રી રાજેન તેમના પત્‍ની એન્‍જેલા આનંદ, તથા ૨ પુત્રો શ્રી સંજય તથા શબીન આનંદ સહિત વિશાળ ચાહકોને વિલાપ કરતાં છોડી ગયા છે.

             

 (10:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS