NRI Samachar

News of Friday, 11th August, 2017

યુ.એસ.માં વોશીંગ્‍ટનના ૪૫મા ડીસ્‍ટ્રીકટમાં યોજાયેલ સ્‍ટેટ સેનેટની પ્રાઇમરી ચૂંટણીમાં સુશ્રી માન્‍કા ધીંગરા વિજેતાઃ ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા ઉમેદવાર સુશ્રી ધીંગરાએ રિપબ્‍લીકન પ્રતિસ્‍પર્ધીને ૧૮૭૬ મતોની સરસાઇથી પરાસ્‍ત કર્યાઃ આખરી ચૂંટણી ૭ નવેં.૨૦૧૭ના રોજ યોજાશે

         વોશીંગ્‍ટનઃ અમેરિકામાં વોશીંગ્‍ટનના ૪૫મા ડિસ્‍ટ્રીકટમાં ૧ ઓગ.૨૦૧૭ના રોજ યોજાઇ ગયેલી સ્‍ટેટ સેનેટની રસાકસી ભરી પ્રાઇમરી ચૂંટણીમાં ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા ઉમેદવાર સુશ્રી માન્‍કા ધીંગરા વિજેતા થયા છે. તેમણે રીપબ્‍લીકન ઉમેદવાર જીનયંગ લી એનગ્‍લન્‍ડ સામે ૨૩૬૦૦ વોટમાંથી ૫૦.૫ ટકા એટલે કે ૧૧૯૨૮ મતો મેળવ્‍યા હતા. જયારે જીનિયંગને ૪૨.૬ ટકા ૧૦૦ પર મતો મળ્‍યા હતા. તથા ત્રીજા ઉમેદવાર પાર્કર હેરીસને ૬.૯ ટકા એટલે કે ૧૬૨૦ મતો મળ્‍યા હતા.

         સુશ્રી માન્‍કાએ જણાવ્‍યા મુજબ તેમણે ૫૦૦ જેટલા વોલન્‍ટીયર્સની મદદથી ૪૦ હજાર જેટલા ધરોનો સંપર્ક કર્યો હતો. પ્રોસિકયુટર સુશ્રી ધીંગરા પોતાના વિસ્‍તારમાં હિંસા અટકાવવા, મહિલાઓના તથા ઇમીગ્રન્‍ટસના હકકેનું રક્ષણ કરવા, લોકાની માનસિક તંદુરસ્‍તી વધારવા, તેમજ સ્‍વચ્‍છ રાજકિય વાતાવરણ પુરૂ પાડવા શિક્ષણનો વ્‍યાપ વધારવા હેલ્‍થકેર તેમજ સુરક્ષા અને સલામતિ બક્ષાવાજી નેમ ધરાવે છે. આખરી ચૂંટણી ૭ નવેં.૨૦૧૭ના રોજ યોજાશે.

 (10:55 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS