NRI Samachar

News of Friday, 11th August, 2017

પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્‍માનિત પદમશ્રી ડો.સુધીરભાઇ પરીખએ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણીની શુભેચ્‍છા મુલાકાત લીધીઃ વિદેશની ધરતી ઉપર વતનનું નામ રોશન કરવા બદલ ડો.પરીખને બિરદાવતા શ્રી વિજયભાઇ રૂપાણી

પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્‍માનિત પદમશ્રી ડો.સુધીરભાઇ પરીખએ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણીની શુભેચ્‍છા મુલાકાત લીધીઃ વિદેશની ધરતી ઉપર વતનનું નામ રોશન કરવા બદલ ડો.પરીખને બિરદાવતા શ્રી વિજયભાઇ રૂપાણી

         

         

         ગાંધીનગરઃ ભારતનો ચોથા નંબરનો સર્વોચ્‍ચ પદમશ્રી એવોર્ડ મેળવનાર, તથા ૨૦૦૬ની સાલમાં પ્રવાસી ભારતીય સન્‍માન એવોર્ડ મેળવનાર, વિદેશની ધરતી ઉપર વતનનું નામ રોશન કરનાર, ડો.સુધીરભાઇ પરીખએ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. જે અંતર્ગત તેમણે શ્રી વિજયભાઇના નેતૃત્‍વ હેઠળ ગુજરાતમાં થઇ રહેલા વિકાસને બિરદાવ્‍યો હતો. તેમજ પ્રજાના સુખે સુખી તથા પ્રજાના દુઃખે દુઃખી રહેવાની પ્રકૃતિ ધરાવતા તથા તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં ફરી વળેલા પાણીના પૂર સમયે હોડીમાં બેસીને પણ પ્રજાની વચ્‍ચે જઇ રાહત સામગ્રી અર્પણ કરી સરકારી અધિકારીઓને તાત્‍કાલિક સરકારી કુમક પહોંચતી રહે તે માટે સલાહ સુચનો આપવા બદલ શ્રી વિજયભાઇને બિરદાવી વતન પ્રત્‍યેની પોતાની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

         શ્રી વિજયભાઇએ પણ ડો.સુધીરભાઇ પરીખને મળેલા સન્‍માનો બદલ પ્રસન્‍નતા વ્‍યક્‍ત કરી હતી. તેવું જાણવા મળે છે.

          

 (10:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS