Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

આસામમાં ફરીવખત પુરની સ્થિતિ : લાખો લોકોને અસર

બ્રહ્મપુત્ર નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરેઃ ૩૯ રાહત કેમ્પમાં ૧૪ હજાર લોકોને ખસેડાયા : ત્રિપુરા અને મેઘાલયના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો

આસામમાં ફરીવખત પુરની સ્થિતિ :  લાખો લોકોને અસર

   નવીદિલ્હી,તા. ૧૨, આસામમાં નવેસરના પુરના કારણે ૧૫ જિલ્લામાં આશરે ૩.૫૫ લાખ લોકોને માઠી અસર થઇ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ ઉત્તર પૂર્વીય રાજ્યના ૧૫ જિલ્લાઓના ૭૮૧ ગામમાં સાડા ત્રણ લાખથી વધુ લોકોને અસર થઇ છે. બ્રહ્મપુત્ર નદીના ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નવેસરથી પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. ૨૦ હજાર હેક્ટર પાક ભૂમિ પુરના પાણીમાં આવી ગઈ છે. હાલમાં ૩૯ રાહત કેમ્પોમાં ૧૪૦૦૦ જેટલા લોકોને રાખવામાં આવ્યા છે. છેલ્લા મહિના બાદથી નવેસરના પુરના કારણે હેમાજી, લખીમપુર અને બારપેટા સહિતના ૧૫ જિલ્લા અસરગ્રસ્ત થયેલા છે. કોકરાઝાર, જોરહાટ, શિવસાગર, ડિબ્રુગઢમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. શુક્રવારના દિવસે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે વાતચીત કરવા પહોંચેલા સોનોવાલે વિડિયો કોન્ફરન્સ યોજી છે. અસરગ્રસ્ત જિલ્લાઓની પુરની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. વડાપ્રધાને આસામમાં રાહત બચાવ કાર્ય માટે વધારાના ૨૫૦ કરોડની જાહેરાત કરી હતી. ગયા મહિને મોદી ૩૦૦ કરોડની મદદની જાહેરાત કરી ચુક્યા છે. મોદીએ હાલમાં પુરમાં મૃત્યુ પામેલા લોકો માટે બે-બે લાખ રૃપિયાની મદદની જાહેરાત કરી હતી. વડાપ્રધાને અહીં પુર પ્રભાવિત વિસ્તારોનું પહેલી ઓગસ્ટના દિવસે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ગૃહરાજ્યમંત્રી કિરણ રિજ્જુએ પુરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આસામમાં પણ  પુરની સ્થિતિ સુધરી રહી છે. આસામમાં મોતનો આંકડો વધીને ૭૬ ઉપર પહોંચી ચુક્યો છે. આસામમાં પુરના બે દોરમાં ૨૫ લાખ લોકોને અસર થઇ છે. ૨૯ જિલ્લાઓમાં આની અસર જોવા મળી છે. ૧૦૯૮ રાહત કેમ્પ સ્થાપિત કરાયા છે. દરમિયાન ત્રિપુરામાં પણ પુરની સ્થિતિ પ્રવર્તી રહી છે. એનડીઆરએફની ટીમ રાજ્ય વહીવટીતંત્ર સાથે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજ્જુ હાલમાં ટીમના સંપર્કમાં છે. રિજ્જુનું કહેવું છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે. શુક્રવારના દિવસે ૩૫૭ લાકોને બચાવવામાં આવ્યા હતા. આજે શનિવારના દિવસે બીજા ૩૭૨લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પાટનગર અગરતલામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. મેઘાલયના દક્ષિણી ગારો પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. અહીં સરહદ સુરક્ષા દળોની મદદથી પોલીસ ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે.

    

   આસામમાં પુરની સ્થિતિ

   

                                                                                                                                                           
   

   લોકોને અસર

   

   ૩.૫૫ લાખ

   

   જિલ્લાઓમાં અસર

   

   ૧૫

   

   ગામોમાં અસર

   

   ૭૮૧

   

   વિસ્થાપિત લોકો

   

   ૧૪૦૦૦

   

   રાહત કેમ્પો

   

   ૩૯

   

   રાજ્યમાં આ વર્ષે મોત

   

   ૭૬

   

   કુલ રાહત કેમ્પો

   

   ૧૦૯૮

   

   બે વખતના પુરમાં લોકોને અસર

   

   ૨૫ લાખ

   

   કુલ જિલ્લાઓને અસર

   

   ૨૯

   

   
 (09:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો