Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

શરદ યાદવ સામે કાર્યવાહી : અંતે રાજ્યસભામાં પાર્ટી નેતા તરીકે દૂર

પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચલાવવા બદલ શરદ યાદવ સામે કાર્યવાહી : જેડીયુ દ્વારા સર્વસંમતિથી નિર્ણય કરીને શરદ યાદવને દૂર કરવામાં આવ્યા હોવાનો વશિષ્ઠ નારાયણનો દાવો :આરસીપી સિંહ રાજ્યસભામાં પાર્ટી નેતા

શરદ યાદવ સામે કાર્યવાહી : અંતે રાજ્યસભામાં પાર્ટી નેતા તરીકે દૂર

   નવીદિલ્હી,તા. ૧૨ : ધારણા પ્રમાણે જ જેડીયુએ આજે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે શરદ યાદવને દૂર કર્યા હતા. જેડીયુના પ્રમુખ વશિષ્ઠ નારાયણે પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, આ હિલચાલ ખુબ જરૂરી હતી. કારણ કે, શરદ યાદવ પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. એક સારા નેતા તરીકે કોઇપણ વ્યક્તિને પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ રહેવું જોઇએ નહીં. પક્ષ વિરોધી પ્રવૃત્તિ શરદ યાદવ છેલ્લા કેટલાક દિવસથી ચલાવી રહ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિને કોઇ કિંમતે ચલાવી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, બિહારના સાંસદ આરસીપી સિંહ અને પાર્ટી ધારાસભ્યો રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુને મળ્યા હતા અને રાજ્યસભામાં જેડીયુના નેતા તરીકે સિંહના નિમણૂંકની સાથે સંબંધિત પત્ર સુપરત કર્યો હતો. નારાયણે કહ્યું હતું કે, રાજ્યસભામાં અમારા નેતા તરીકે આસીપી સિંહને ચૂંટી કાઢવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ કેડરના ૧૯૮૪ની બેચના આઈએએસ ઓફિસર સિંહ ૨૦૧૦માં સિવિલ સર્વિસમાં સ્વૈચ્છિકરીતે નિવૃત્ત થયા હતા અને જેડીયુમાં જોડાયા હતા. નીતિશકુમારના નજીકના સાથી તરીકે તેઓ રહેલા છે. પાર્ટી સુત્રોનો દાવો છે કે, વર્ષ ૨૦૧૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓએ જ મહાગઠબંધનની વાત કરીને આરજેડી અને જેડીયુ વચ્ચે મિત્રતા કરવામાં ભૂમિકા ભજવી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નિર્ણયની સામે શરદ યાદવે વાંધો ઉઠાવ્યો હતો. મહાગઠબંધન સાથે છેડો ફાડીને નીતિશકુમારે ભાજપ સાથે મળીને બિહારમાં નવી સરકાર બનાવી હતી.

   નીતિશકુમારે શુક્રવારના દિવસે સંસદીય પાર્ટી ગ્રુપમાંથી સાંસદ અલી અનવરને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. પૂર્વ ગઠબંધન ભાગીદાર કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લેવા બદલ તેમને સસ્પેન્ડ કરાયા હતા. શુક્રવારના દિવસે નીતિશકુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મહાગઠબંધનમાંથી બહાર નિકળી ગયા બાદ નીતિશકુમાર પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા હતા અને ભાજપ પ્રમુખ અમિત શાહને પણ મળ્યા હતા. બીજી બાજુ શરદ યાદવ રાજ્યના લોકોને એકત્રિત કરવાના ઇરાદાથી બિહારને ત્રણ દિવસના પ્રવાસ ઉપર છે. તેઓએ જેડીયુના વડા નીતિશકુમારની રાજકીય ઇચ્છા શક્તિને લઇને આક્ષેપબાજી કરી છે. રાજ્યના ૧૧ કરોડ લોકોની સાથે વિશ્વાસઘાત કરવાનો નીતિશકુમાર ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરમાં ગુરુવારના દિવસે જાહેર સભાને સંબોધતા યાદવે કહ્યું હતું કે, મહાગઠબંધન સાથે તેઓ જોડાયેલા છે અને નીતિશકુમારના નિર્ણય સામેે વાંધો ઉઠાવ્યો છે.

 (07:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો