Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

જેડીયુ એનડીએમાં સામેલ થાય તેવી પ્રબળ સંભાવના

નીતિશકુમારને એનડીએમાં સામેલ થવા આમંત્રણ : ૧૯મી ઓગસ્ટના દિવસે જેડીયુની પટણા ખાતે રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળશે : મોદી કેબિનેટમાં જોડાઈ જશે

જેડીયુ એનડીએમાં સામેલ થાય તેવી પ્રબળ સંભાવના

      નવીદિલ્હી,તા. ૧૨ : ભાજપ પ્રમુખ અમિત શાહે પણ નીતિશકુમારને એનડીએમાં સામેલ થવા માટે ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. અમિત શાહે આજે ટ્વિટર ઉપર આ અંગેની માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, ગઇકાલે જેડીયુના પ્રમુખને તેઓ મળ્યા હતા અને એનડીએમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. બિહાર સ્થિત પાર્ટી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આને મંજુરી આપે તેવી શક્યતા છે. ૧૯મી ઓગસ્ટના દિવસે પટણામાં જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળનાર છે જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં એનડીએમાં સામેલ થવાને મંજુરી આપવામાં આવે તેવી શક્યતા છે. ૧૯મી ઓગસ્ટની બેઠક બાદ જેડીયુ નરેન્દ્ર મોદી કેબિનેટમાં સામેલ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પાર્ટી મોદી કેબિનેટમાં સામેલ થશે કે કેમ તે અંગે પુછવામાં આવતા જેડીયુના એક નેતાએ કહ્યું છે કે, આવો નિર્ણય સ્વાભાવિકરીતે હોઈ શકે છે.

       

 (07:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો