Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

કેરળમાં મોટા અભિયાનની શરૂઆત કરવા માટે તૈયારી

શાહ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં રોડ શો કરશે : રોડ શો રાજ્યના ૧૦ જિલ્લાઓમાં થઇને થિરુવંનતપુરમ પહોંચશે : ઓણમ બાદ કન્નુરથી રોડ શોની શરૂઆત કરાશે

   થિરુવંતનપુરમ,તા. ૧૨ : ભાજપ પ્રમુખ અમિત શાહ હવે કેરળમાં પણ મોટાપાયે માહોલ સર્જવાની તૈયારી કરી ચુક્યા છે. સંઘ હોદ્દેદાર એસ રાજેશની હત્યા બાદ પાર્ટીના કાર્યકરોમાં પ્રવર્તી રહેલા આક્રોશને ધ્યાનમાં લઇને પાર્ટીએ કેરળમાં એક મોટો રોડ શો યોજવાનો નિર્ણય કર્યો છે. કન્નુરથી થિરુવનંતપુરમ સુધી ચાલનાર ૫૦૦ કિલોમીટરના આ રોડશોની શરૂઆત અને સમાપન અમિત શાહ દ્વારા કરવામાં આવશે. પાર્ટી આ મેગા શો મારફતે પોતાની સીપીએમ વિરોધી છાપને મજબૂત બનાવશે. સીપીએમને જોરદારરીતે જવાબ આપવાની તૈયારી કરવામાં આવી છે. પાર્ટી ભાજપની સ્થિતિને મજબૂત કરવાની પણ યોજના ધરાવે છે. રાજ્યમાં સીપીએમ અને ભાજપ-સંઘ વચ્ચે જોરદાર હિંસાત્મક ઘટનાઓ થઇ રહી છે. ભાજપનું કહેવું છે કે, રાજ્યમાં સીપીએમની સરકાર બન્યા બાદથી ભાજપ અને સંઘના કાર્યકરો ઉપર અવિરત હુમલા કરવામાં આવી રહ્યા છે. તેમની હત્યાઓ કરવામાં આવી રહી છે. પાર્ટી પર સઘત દબાણ લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. હત્યાઓની સામે આક્રમક રાજનીતિ રમવાના પ્રયાસો થઇ રહ્યા છે. મેગા રોડ શોની શરૂઆત ઓણમ બાદ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં કન્નુરથી થશે. એક સપ્તાહ સુધી ચાલનાર આ રોડ શો રાજ્યના ૧૦ જિલ્લાઓમાંથી પસાર થઇને થિરુવંતનપુરમ પહોંચશે. પાર્ટી આને ગંભીરતાથી લઇ રહી છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી આમા ભાગ લઇ શકે છે. સંઘ, ભાજપ કાર્યકરો ઉપર હાલ અનેક હુમલા થઇ ચુક્યા છે. પાર્ટી નેતાઓનું કહેવું છે કે, રાજ્યમાં સીપીએમ નેતાઓને લાગે છે કે, અહીં ભાજપનો આધાર મજબૂત થઇ રહ્યો છે. પાર્ટી અને સંઘના એક ડઝનથી વધુ કાર્યકરોને એક વર્ષના ગાળામાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે, કેરળમાં વોટબેંકની સ્થિતિ મજબૂત કરવામાં પાર્ટી કમરકસી ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક સમય પહેલા જ રાજ્યમાં રાજકીય હિંસાનો શિકાર થયેલા સંઘ અને ભાજપ કાર્યકરો ઉપર એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ ભાજપે કોઝીકોડેમાં પોતાની કારોબારીની બેઠક પણ અહીં યોજી હતી. ભાજપ દ્વારા કેરળમાં પોતાની છાપને સુધારવાના પ્રયાસ પણ હાથ ધરાયા છે. કેરળમાં અમિત શાહ આક્રમક રોડ શોને લઇને કાર્યકરોને તૈયારી કરવા માટે કહી ચુક્યા છે. જુદા જુદા રાજ્યોના ભાજપના કાર્યકરો પણ રોડ શો દરમિયાન કેરળ પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેરળમાં સીપીએમ ઉપર દબાણ લાવવાની મોટાપાયે તૈયારી કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરો ઉપર સૌથી વધારે હુમલા કન્નુર અને થિરુવંનતપુરમાં કરવામાં આવ્યાછે.

 (07:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો