Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

કર્ણાટકમાં ભાજપ જીત મેળવશે જઃ અમિત શાહ

યેદીયુરપ્પાના નેતૃત્વમાં ચૂંટણી

<br />કર્ણાટકમાં ભાજપ જીત મેળવશે જઃ અમિત શાહ

      થિરુવંતનપુરમ,તા. ૧૨ : ભાજપ પ્રમુખ અમિત શાહ ત્રણ દિવસના પ્રવાસે આજે કર્ણાટક પહોંચી ગયા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરીને જીત મેળવવાની તૈયારી પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી ચુકી છે. રાજ્ય એકમના પ્રમુખ બીએસ યેદીયુરપ્પાના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત પણ કરવામાં આવી છે. મિત્રો, અમારી પાર્ટીના લોકો ચૂંટણીને લઇને તમામ તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે. અમિત શાહે કર્ણાટક પહોંચ્યા બાદ કેમ્પે ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરતા આ મુજબની વાત કરી હતી. ભાજપના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસના ભ્રષ્ટ શાસનનો પર્દાફાશ કરવા તૈયાર છે. આજ કારણસર ભાજપને પાર્ટી તરીકે મત આપવા માટે રાજ્યના લોકો નિર્ણય કરી ચુક્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં પાર્ટીએ જે રીતે ભ્રષ્ટાચાર સામે પડત ચલાવી છે તે જોતા અહીં જીત મેળવશે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપના કાર્યકરો આ વખતે અબ કી બાર ભાજપ કી સરકારના મંત્ર સાથે આગળ વધી રહ્યા છે. મોદીનો વિજય રથ અવિરત આગળ વધી રહ્યો છે અને તે હજુ પણ આગળ વધશે.

 (07:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો