Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

પાકિસ્તાનમાં ગોળીબારમાં મહિલાના મોતથી તંગદિલી

મેનધાર સેક્ટરમાં વહેલી પરોઢે ગોળીબાર : આર્મી કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલો કરાયો જેમાં જવાનને ઇજા થઇ : ફરાર થયેલા ત્રાસવાદીઓની શોધખોળ શરૂ

   શ્રીનગર,તા. ૧૨ : જમ્મુ કાશ્મીરના મેનહાર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક ૪૫ વર્ષીય મહિલાનું મોત થયું છે. આ મહિલાની ઓળખ રાખિયા બેગમ તરીકે થઇ છે. જે મેનધારમાં ગોલાટ વિસ્તારની નિવાસી હતી. મેનહાર સબડિવિઝનલ પોલીસ ઓફિસર રિયાઝ તંત્રાએ કહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા કોઇપણ ઉશ્કેરણી વગર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગઇકાલે મોડીરાત્રે ત્રાસવાદીઓએ કુંપવારામાં હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં ગઇકાલે સવારે આર્મી કેમ્પ પર ત્રાસવાદીઓ ગોળીબાર કરીને ફરાર થઇ ગયા હતા. આ ગોળીબારમાં એક જવાનને ઇજા થઇ હતી. સુનિલ રંધાવા નામનના જવાનને ઇજા તઇ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. હુમલો કરવામાં આવ્યા બાદ પોલીસ અને જવાનોએ હુમલો કરીને ફરાર થયેલા ત્રાસવાદીઓની શોધખોળ હાથ ધરી હતી. હાલમાં જમ્મુ કાશ્મીર પોલીસે શ્રીનગરમાં આતંકવાદીઓના મદદગાર એવા ત્રણ ઓવરગ્રાઉન્ડ વર્કરોની ધરપકડ કરી હતી.  તેમની પાસેથી એકે ૪૭ રાયફલ પણ મળી આવી હતી.  શ્રીનગર શહેરના ટાંગપોરા વિસ્તારમાંથી આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.  ઝડપોયલા ત્રણેયની પુછપરછનો દોર શરૂ થયો છે.

   એક કારની અંદર આ લોકો જઇ રહ્યા હતા ત્યારે તેમને પકડી પાડવામા ંઆવ્યા હતા. પોલીસે ઓવરગ્રાઉન્ડ વર્કરો અંગેની પરિભાષા આપતા કહ્યું છે કે, આ પ્રકારના લોકો આતંકવાદીઓને મદદ પુરી પાડવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ લોકો ત્રાસવાદીઓને છુપાવવા માટે સ્થળની વ્યવસ્થા કરેછે. સાથે સાથે હથિયારો પુરા પાડે છે. સર્ચ ઓપરેશન અને કાર્યવાહી દરમિયાન ત્રાસવાદીઓને એલર્ટ કરવા માટે પણ આ લોકો કામ કરે છે. સુરક્ષા દળોની હિલચાલ ઉપર તેમની મુખ્યરીતે નજર રહે છે.

 (07:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો