Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

ઇજિપ્તમાં બે ટ્રેનો ટકરાતા ૪૨ના મોત, અનેક ઘાયલ

ઘાયલ થયેલા સેંકડો યાત્રી પૈકી અનેક ગંભીર છે : એક ટ્રેન પાટનગર કેરોથી આવી રહી હતી જ્યારે બીજી ટ્રેન પોર્ટ સૈદથી આવી રહી હતી : આમને સામને ટકરાઈ

   કેરો,તા. ૧૨ : ઇજિપ્તમાં દરિયાકાઠાના શહેર અલિગજેન્ડ્રિયામાં બે યાત્રી ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થતા ઓછામાં ઓછા ૪૨ પ્રવાસીઓના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે જે પૈકી કેટલાક યાત્રીઓની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો હજુ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ એક ટ્રેન ઇજિપ્તના પાટનગર કેરો તરફ જઇ રહી હતી. બીજી ટ્રેન પોર્ટ સૈદ તરફ જઇ રહી હતી. ખુર્શીદ નામના વિસ્તારમાં બન્ને ટ્રેન વચ્ચે ટક્કર થઇ હતી. આરોગ્ય પ્રધાનના સલાહકાર શરીફ વાદીએ કહ્યુ છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. ઘાયલોની સંખ્યા પ્રાથમિક અહેવાલ મુજબ ૧૮૦ આંકવામાં આવી છે. ઘાયલ થયેલા તમામ યાત્રીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા. ઇજિપ્તમાં વારંવાર ટ્રેન અકસ્માતો થતા રહે છે. વર્ષ ૨૦૧૬માં કેરોના દક્ષિણમાં અલ અયાતમાં એક ટ્રેન પાટા પરથી ખડીપડતા પાંચ લોકોના મોત થઇ ગયાહતા. આ અગાઉ વર્ષ ૨૦૧૩માં ગીજાના બદ્ર ખાતે ટ્રેન પાટા પરથી ખડી પડતા ૧૯ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૨માં માનપ્લત શહેરમાં રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન અને સ્કુલ બસ ટકરાઇ જતા ૫૧ લોકોના મોત થયાહતા. મૃતકોમાં મોટા ભાગના બાળકો હતા. ઇજિપ્તમાં વર્ષોથી ભીષણ ટ્રેન દુર્ઘટનાઓ થતી રહી છે. માનવીય ભૂલના કારણે આ દુર્ઘટના થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરાઈ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોને બચાવી શકાયા ન હતા.

 (07:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો