Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

સુરેન્દ્રનગર - લીંબડી હાઈવે ઉપર ડોળીયા બાઉન્ડ્રી પાસે જામનગરના પરિવારની કારને અકસ્માત ૧ મોત : ૬ને નાની-મોટી ઇજા

સુરેન્દ્રનગર - લીંબડી હાઈવે ઉપર ડોળીયા બાઉન્ડ્રી પાસે જામનગરના પરિવારની કારને અકસ્માત ૧ મોત : ૬ને નાની-મોટી ઇજા

      

      સુરેન્દ્રનગર - લીંબડી નેશનલ હાઈવે ઉપર ડોળીયા બાઉન્ડ્રી પાસે મોટરકાર પલ્ટી મારી જતા જામનગરના એક પરિવારના એકનું મોત થયું છે જ્યારે છ વ્યકિતને નાની-મોટી ઇજા થતા લીંબડી હોસ્પિટલે ખસેડ્યા છેઃ ઝડપભેર જતી કારના ચાલકે કાબુ ગુમાવતા જામનગરના પરિવારને ગમખ્વાર અકસ્માત સર્જાયેલ :  જામનગરનો પરિવાર રાજકોટ થઇને જન્માષ્ટમીની રજા માણવા માટે અમદાવાદ જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતોઃ મૃતકમાં જામનગરના ગુલાબનગર રાજપાર્કમાં રહેતા ધર્મેન્દ્ર ગજેન્દ્રભાઇ ત્રિવેદી હોવાનું ખૂલ્યું છે, જ્યારે તેમના પરિવારના યોગીતાબેન ધર્મેન્દ્રભાઇ, નિરવ ધર્મેન્દ્રભાઇ, શ્રદ્ધા વિજયભાઇ, શિવાની વિજયભાઇ, સવિતાબેન વિજયભાઇ અને મહિપતભાઇને નાની-મોટી ઇજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત લીંબડી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છેઃ આ બનાવની જાણ થતા લીંબડી પોલીસ સ્ટેશનના મહેન્દ્રસિંહ, બી.બી. બસીયા, જયેશભાઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

       

      

       

 (04:03 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો