Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

રાજયસભા ચૂંટણીમાં બે મતો રદ્દ થવા પ્રકરણે હવે સુપ્રિમમાં સોમવારે રીટપીટીશન થવાની સંભાવના

   રાજકોટ, તા. ૧૨ : સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર ગુજરાતની રાજયસભાની ત્રણ બેઠકની મતગણતરી કોંગ્રેસના બે બાગી ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ ગોહેલના મતો અમાન્ય ઠેરવવા કોંગીની માંગણીને ઈલેકશન પંચે સ્વીકારતા આ બે મતો રદ્દ થયા હતા.

   ઈલેકશન પંચના આ નિર્ણય સામે ભાજપે સુપ્રિમનો શરણુ લેવાનો ઈરાદો જાહેર કર્યો હતો. ભાજપના હારેલા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત સુપ્રિમના નામાંકિત ધારાશાસ્ત્રી સાથે ચર્ચા કરી ગુજરાત પરત ફર્યાના અહેવાલો મળે છે અને હવે સંભવતઃ સોમવારે ભાજપના પરાજીત ઉમેદવાર રીટપીટીશન સુપ્રિમમાં રજૂ કરશે.(૩૭.૨૦)

   

 (03:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો