Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

'લોક્ડ એન્ડ લોડેડ'

ડોનાલ્ડ ટ્રમ્પે ઉ. કોરીયા ઉપર ત્રાટકતા પૂર્વેની અંતિમ ચેતવણી રૂપે ધમકી આપતા ખળભળાટ

ઉત્તર કોરીયા ઉપર લશ્કરી પગલાની ધમકી સાથે અંધાધુંધીમાં સપડાયેલ વેનેઝુએલા ઉપર લશ્કરી પગલાઓ લેવાઈ રહ્યાના ડોનાલ્ડ ટ્રમ્પે સંકેતો આપ્યા છે

   વોશિંગ્ટન તા. ૧૨: ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી ફૂંફાડો. ઉત્તર કોરિયાને નવેસરથી ધમકી આપી કહ્યું કે, કીમ જોન્ગ ઉન ઘર્ષણનો રસ્તો છોડી દેશે તેવી આશા છે . ટ્રમ્પે ધમકીના શૂરમાં એ પણ કહ્યું છે અમેરિકા લશ્કરી એકશન લેવા માટે સંપૂર્ણ રીતે શસ્ત્ર-સરંજામ સાથે તેમનું સૈન્ય-હથિયારો તૈયાર છે. તેમણે 'લોકડ એન્ડ લોડેડ' જેવા અભૂતપૂર્વ શબ્દો વાપર્યા છે. ''લોકડ એન્ડ લોડેડ'' આ શબ્દ સહુ પ્રથમ ૧૯૪૯ ફિલ્મ અભિનેતા જ્હોન વેઈને તેની ફિલ્મમાં વાપર્યો હતો. આ શબ્દ સૈન્યની દુશ્મન પર ત્રાટકવાની અંતિમ તૈયારી દર્શાવે છે. દરમિયાન જાપાને તેના સાગરકાંઠે ''પેટ્રીઅટ'' મિસાઈલો ગોઠવવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ ઉત્તર કોરિયાને ધમકીની અને ઉશ્કેરણીની ભાષા બંધ કરવા આ આકરી ચીમકી આપી છે. ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે પણ ફોન પર વાત કરી જાણ કરી છે.

   અમેરિકાના દક્ષિણ પેસીફીક ટાપુ ''ગુઆન''ના રક્ષણ માટે અમેરિકાનું લશ્કર સંપુર્ણ સજ્જ અને ખડેપગે હોવાની ખાત્રી ટ્રમ્પે ગુઆનના ગર્વનરને ફોન કરીને આપી છે. સમગ્ર અમેરિકાની જેમ જ ગુઆનના રક્ષણ માટે વચનબદ્ધતા દર્શાવી છે.

   ઉત્તર કોરિયાએ ગુઆન ઉપર અણુ મિસાઇલો દાગવાની આપેલ ધમકીના પગલે વિશ્વભરમાં ચિંતાની લાગણી પ્રસરી છે.(૨૪.૧૦)

 (03:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો