Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

ગમે તેવી કાયદાકીય લડત બાદ રાજ્યસભાનું પરિણામ આ જ રહેશેઃ કોંગ્રેસ લીગલ સેલ

બે મતો માન્ય રહે તેવુ ગણિત ગણો તો પણ રાજ્યસભામા વિજેતા થયેલા અહેમદભાઈની જીતને હારમાં પલ્ટી નાખવા બળવંતસિંહ રાજપૂતના મનસુબા એક દિવાસ્વપ્ન સમાન

ગમે તેવી કાયદાકીય લડત બાદ રાજ્યસભાનું પરિણામ આ જ રહેશેઃ કોંગ્રેસ લીગલ સેલ

   રાજકોટ, તા. ૧૨ :. ભારતીય જનતા પાર્ટી અને બળવંતસિંહ રાજપૂત દ્વારા રાજ્યસભાની ચૂંટણી અંગે હાઈકોર્ટ કે સુપ્રિમમાં જઈ પરિણામ રદ કરવાની વાત એક બાલીશતા અને 'કાગના વાઘ'થી વિશેષ કશું નથી. આવી વાતમાં કોઈ તથ્ય છુપાયેલું નથી. કદાચ રદ થયેલા બે મત માન્ય ગણાય તો પણ પરિણામમાં કોઈ ફરક પડતો નથી તેવો ધડાકો કોંગ્રેસના લીગલ સેલે કર્યો છે.

   કોેંગી સૂત્રોના જણાવ્યા મુજબ કુલ ૧૭૬ ધારાસભ્યોએ મતદાન કર્યુ એટલે ૧૭૬૦૦ વોટ પડયા કહેવાય. ( ૧ મત =૧૦૦)

   ત્રણ રાજ્યસભાની સીટની ચૂંટણીમાં લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૬૧ની જોગવાઈ તથા કનડકટ ઓફ ઈલેકશન મુજબ જેટલી સીટોની ચૂંટણી હોય તેમા એક ઉમેરી કુલ મતોના ભાગાકાર કરવાના થતા હોય છે (૧૭૬૦૦  ભાગ્યા ૪ = ૪૪૦૦) તેમા ૧ મતનો ઉમેરો કરી જીતનો કવોટા નક્કી થાય. કોંગી સૂત્રોના જણાવ્યા મુજબ જો બે મતો માન્ય રહે તે સ્થિતિમાં પણ ૪૪૦૧ મત મેળવનાર ચૂંટાયેલા જાહેર થાય છે.

   અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને ૪૬૦૦ - ૪૬૦૦ અને અહેમદભાઈ પટેલને ૪૪૦૦ મત મળ્યા છે. બળવંતસિંહને ૩૮૦૦ મત મળ્યા છે. કોંગીના બાગી ધારાસભ્યના મત માન્ય રહે તો પણ બળવંતસિંહ રાજપૂતને ૪૦૦૦ મતો મળે છે. હવે મત ગણવાની બીજી પદ્ધતિ રીતે જોઈએ તો અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના જેટલા 'બગડા' થાય તે મતની સંખ્યા ૩૯૮ એ પહોંચે છે, એટલે કે અમિત શાહના 'બગડા' (સેકન્ડ પ્રેફરન્સ)ના મતોની વેલ્યુ ૧૯૯ - ૧૯૯ થાય છે.

   બળવંતસિંહને ૪૩૯૮ મત મળે છે. અહેમદ પટેલને ૪૪૦૦ મત મળી ગયા છે. સેકન્ડ પ્રેફરન્સના મતોની ગણતી મુજબ બળવંતસિંહને જે મતો મળે છે. તે પણ તેમને જીતાવી શકતા નથી.

   આમ કાયદાકીય લડત બાદ પણ જાહેર થયેલુ પરિણામ જ ગ્રાહ્ય રહે તેવા સંજોગો  કોંગ્રેસ લીગલ સેલે વર્ણવ્યા છે.(૨-૨૪)

   

 (03:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો