Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

આંગણવાડી અને આશાવર્કરોના પગાર અંગે જલ્દી નિર્ણય લેવામાં આવશે : જેટલી

   રાજકોટ : કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરૂણ જેટલીએ જણાવેલ હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાવાળી આંગણવાડી અને આશાવર્કરોની માંગણીઓ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવશે. આ વાત તેમણે ભારતીય મઝદૂર સંઘનું એક પ્રતિનિધિ મંડળ સાથે કેન્દ્ર સરકારે એક મંત્રીમંડળની કમીટી રચેલ છે તેને જણાવેલ હતું. મઝદૂર સંઘના અગ્રણીઓએ આ મીટીંગમાં આંગણવાડી અને આશા વર્કરોને સરકારી કર્મચારીઓ સમાન સામાજીક સુરક્ષા તથા પગાર આપવાની માંગણી કરેલ હતી. બેઠકમાં બતાવવામાં આવ્યુ કે આ માંગણીઓ વિચારણા હેઠળ છે અને જલ્દી આ અંગે સમાધાન થઈ જશે. આ બેઠકમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બંડારૂ દતાત્રેય, વિજળી મંત્રી શ્રી પિયુષ ગોહેલ, પેટ્રોલીયમ્સ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રધાનમંત્રી કાર્યાલયના મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ પણ હાજર હતા.

 (02:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો