Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

યુરોપમાં હુમલા માટે નાણાં એકઠાં કરી રહ્યું છે આતંકવાદી સંગઠન આઇએસ

<br />યુરોપમાં હુમલા માટે નાણાં એકઠાં કરી રહ્યું છે આતંકવાદી સંગઠન આઇએસ

   નવી દિલ્હી તા. ૧૨ : દુનિયાભરમાં આતંકનો ચહેરો બનેલું ઇસ્લામિક સ્ટેટ તમામ સૈન્ય અભિયાન અને આવકમાં ઘટાડો થવા છતાં નબળું પડ્યું નથી. તે હજુ પણ પોતાના સમર્થકો પાસેથી નાણાં મેળવવાની અને તેમને યુરોપ તેમજ અન્ય જગ્યાઓ પર આતંકી હુમલાઓ માટે પ્રેરિત કરવાની ક્ષમતા ધરાવે છે. સંયુકત રાષ્ટ્રના નિષ્ણાતોના એક રિપોર્ટમાં કહેવાયું છે કે અલ કાયદાનો પશ્યિમી આફ્રિકા, પૂર્વ આફ્રિકા અને અરબ પ્રાયદ્વીપમાં હજુ પણ પ્રભાવ જળવાયેલો છે.

   આતંકી સંગઠનો વિરુદ્ઘ પ્રતિબંધો પર નજર રાખનાર યુએન નિષ્ણાતોનું કહેવું છે કે આઈએસ અને અલ કાયદામાં પ્રતિસ્પર્ધા જળવાયેલી છે. આ બધા છતાં પણ આતંકીઓને બીજા આતંકી સમૂહમાં જવાની છૂટ આપવામાં આવી છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને મોકલાયેલા આ રિપોર્ટમાં જણાવાયું છે કે આતંકીઓનો ખતરો દક્ષિણ પૂર્વ એશિયામાં વધી રહ્યો છે. આ જગ્યાઓ પર આઈએસ પગ જમાવવા ઇચ્છે છે તેનું તાજેતરનું ઉદાહરણ દક્ષિણ ફિલિપાઈન્સમાં જોવા મળે છે. જયાં મરાવી શહેર પર આઈએસ સાથે જોડાયેલા આતંકવાદીઓ છેલ્લા બે મહિનાથી કબજો કરી રહ્યા છે.

   રિપોર્ટ મુજબ આઈએસના મુખ્ય આતંકીઓ એ તમામ જગ્યાઓ પર નાણાં મોકલી રહ્યા છે, જયાં તેમનો કોઈ પણ સમૂહ સાથે સંબંધ ન હોય. આ અંગે ઇરાક અને સિરિયામાં હારની આશંકાના કારણે કરી રહ્યા છે. આ જગ્યા ઉપર વિસ્તાર ઘટી રહ્યો હોવાના કારણે આઈએસ આતંકીઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું કે અમેરિકી ગઠબંધનના સહયોગથી મોસૂલમાં ઇરાકી સૈન્ય અભિયાન શરૂ થતાં પહેલાં આઈએસના મોટા આતંકી ત્યાંથી ભાગી નીકળ્યા હતા. સિરિયાના રક્કાથી પણ આઈએસના મોટા આતંકવાદીઓ હવાઈ હુમલાની આશંકામાં પહેલાં જ ભાગી ગયા હતા. આ બંને શહેરો આઈએસનાં મજબૂત ગઢ હતાં.

   રિપોર્ટ અનુસાર આઈએસ મોટા આકારના ડ્રોન બનાવવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે. તેને હથિયારોથી સજ્જ કરાશે, જેના દ્વારા તે દૂરથી હુમલો કરવામાં પણ સક્ષમ રહે.

 (02:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો