Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

બજાર કડડભુસ : ૪ દિનમાં ૬.૪ લાખ કરોડનુ નુકસાન

મુડીરોકાણકારોની હાલત કફોડી બની રહી છે : બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં માર્કેટ કેપ હવે ૧૩૩.૧ લાખ કરોડ હોવાના હેવાલ : સંભવિત યુદ્ધના સંકેત વચ્ચે ઘટાડો

   મુંબઇ,તા. ૧૨ : અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સંભવિત યુદ્ધના વાગી રહેલા ભણકારા વચ્ચે શેરબજાર કડડભુસ થઇ જતા કારોબારીઓની હાલત કફોડી બનેલી છે. શેરબજારમાં લોકો પરેશાન થયેલા છે. છેલ્લા ચાર કારોબારી સેશનમાં રોકાણકારોએ ૬.૪ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. ભારતીય શેરધારકોને ભારે નુકસાન થઇ રહ્યુ છે. છેલ્લા ચાર દિવસના ટ્રેડિંગ સેશનમાં ભારતીય રોકાણકારોએ આશરે ૧૦૦ અબજ અમેરિકી ડોલરની રકમ અટલે કે ૬.૪ લાખ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. બોમ્બે સ્ટોક એક્સચેંજામાં માર્કેટ કેપ હવે ૧૩૩.૧ લાખ કરોડ છે. સાતમી ઓગષ્ટના દિવસે તે પોતાની સર્વોચ્ચ સપાટી પર હતી. એ દિવસે માર્કેટ કપનો આંકડો ૧૩૯.૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. બજારમાં માર્કેટ કેપ છઠ્ઠી જુલાઇના દિવસે ૧૩૩ લાખ કરોડ રહેતા તેની પણ બજારમાં ચર્ચા રહી હતી. ત્યારબાદ ૨૩ ટ્રેડિંગ સેશનના ગાળા બાદ સાતમી ઓગષ્ટના દિવસે ૧૩૯.૫ લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે આંકડો હતો. દુનિયાભરના રોકાણકારોને આશરે એક ટ્રિલિયન ડોલર એટલે કે આશરે ૬૪૦ ખર્વ ૮૫ અબજ રૂપિયાનુ નુકસાન થયુ છે. શુક્રવારના દિવસે ભારે અફડાતફડી રહી હતી. અમેરિકાના ડાઉ જોન્સમાં પણ મોટો કડાકો બોલી ગયો હતો. શેરબજારમાં ગઇકાલે શુક્રવારના દિવસે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત પાંચમાં દિવસે મંદીનો માહોલ રહેતા કારોબારીઓ ચિંતાતુર રહ્યા હતા. શુક્રવારે કારોબારના અંતે ૩૧૭ પોઇન્ટ ઘટીને ૩૧૨૧૩ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૧૦૯ પોઇન્ટ ઘટીને ૯૭૧૦ની નીચી સપાટીએ રહ્યો હતો. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધી ગયેલી તંગદિલીના પરિણામ સ્વરુપે મૂડીરોકાણકારો જોખમી સંપત્તિથી દૂર ભાગી રહ્યા છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને હવે ૦.૯૦ ટકાની ચાર મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો છે. ડબલ્યુપીઆઇનો આંકડો ફેબ્રુઆરી મહિના બાદથી સતત ઘટી રહ્યો છે. મે મહિનામાં ૨.૧૭ ટકાની પાંચ મહિનાની નીચી સપાટી પર ફુગાવો રહ્યો હતો.હાલમાં જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઘટાડાનો પ્રવાહ જારી રહ્યો છે.બટાકા, શાકભાજી અને કઠોળ જેવી ચીજવસ્તુઓની કિંમત જુન મહિનામાં સૌથી વધારે ઘટી ગઇ છે. છે. બટાકાની કિંમતમાં ૪૭ ટકા સુધીનો જંગી ઘટાડો થયો છે. આવી જ રીતે કઠોળ અને શાકભાજીની કિંમતમાં ક્રમશ ૨૫ ટકા અને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થવાના કારણે પહેલાથી નારાજ રહેલા ખેડુતોની નારાજગી વધી શકે છે. મે મહિનામાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયા બાદ ડુંગળીની કિંમતમાં નવ ટકા સુધીનો ઘટાડો થયો છે.મેન્યુફેકચરિંગ સિગ્મેન્ટમાં ઉતારચઢાવની સ્થિતી રહી છે. ફ્લુઅલ ફુગાવો સતત પાંચમા મહિનામાં ઘટી ગયો છે. મે મહિનામાં ૧૧.૬૯ ટકાની સામે ૫.૨૮ ટકાનો વધારો છ. શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે પણ મંદી રહેતા કારોબારીઓ ચિંતાતુર દેખાયા હતા. મિડકેપ અને સ્મોલ કેપમાં ૨.૨ ટકાનો ઘટાડો થયો હતો. શેરબજારમાં સતત ઘટાડો થવા માટેના કેટલાક કારણો હાલમાં દેખાઇ રહ્યા છે. 

 (12:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો