Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

કુખ્યાત આતંકવાદી જાકીર મુસા થાપ આપીને પલાયન

પથ્થરબાજોની મદદથી ફરાર થવામાં સફળ : ત્રાલની નજીક છુપાયો હોવાની નક્કર બાતમી મળી હતી

   નવી દિલ્હી,તા. ૧૨ : જમ્મુ કાશ્મીરમાં અનેક વર્ષોથી સક્રિય અને અનેક હુમલામાં સામેલ ત્રાસવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર જાકીર મુસાને પકડી પાડવામાં સુરક્ષા દળોને સફળતા મળી નથી. મુસા સુરક્ષા દળોને છાપ આપીને ફરાર થવામાં સફળ રહ્યો છે. સ્થાનિક પથ્થરબાજોની મદદથી તે ફરાર થઇ ગયો હતો. સુરક્ષા દળોને તેના અંગે પાકી બાતમી મળી હતી. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે તે ત્રાલાના નુરપુરાના પોતાના પૈતૃક વિસ્તારમાં ક મકાનમાં છુપાયેલો છે. મુસાની સાથે તેનો સાગરિત પણ છે તેવી બાતમી મળ્યા બાદ તરત જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જ્યારે સુરક્ષા દળના જવાનો પહોંચ્યા અને ઓપરેશન હાથ ધર્યુ ત્યારે પથ્થરબાજોએ સુરક્ષા દળોને રોકવાના પ્રયાસ કર્યા હતા. સ્થાનિક પથ્થરબાજો અને લોકોએ મુસા અને તેના સાગરીતને ત્યાંથી નિકળી જવા માટે મુસાની મદદ કરવા લાગી ગયા હતા. સુરક્ષા દળોને પથ્થરબાજોએ રોક્યા હતા. કેટલાક કલાકો સુધી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓએ મોડેથી માહિતી પથ્થરબાજોને આપી હતી કે તેઓ ફરાર થઇ ગયા છે. આના કારણે પથ્થરમારો રોકી દેવામાં આવ્યો હતો. જે ઘરમાં મુસા છુપાયો હતો તે ઘરમાંથી કોઇ ગોળીબાર કરવામાં આવ્યો ન હતો. જો કે સુરક્ષા દળોએ પોતાની રીતે તમામ તૈયારી રાખી હતી. ત્રાસવાદી ઘરમાંથી ભાગી જવામાં સફળ રહ્યા હોત તો તેમને અન્યત્ર જગ્યાએ ઘરી લેવા માટેની તૈયારી હતી. પોલીસે કહ્યુ છે કે નુરપુરામાં ઘેરાબંધી જારી રહેવાની જરૂર છે. મુસાએ હિજબુલ સાથે સંબંધ તોડી દઇને અલ કાયદા સાથે વચ્ચે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ અંસાર ગજવા ઉલ ગજવા ઉલ હિન્દ નામથી ત્રાસવાદી સંહઠનની રચના કરી હતી. સુરક્ષા દળોએ ઓપરેશન અટકાવ્યુ છે.

 (12:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો