Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

પતંજલિ વિશ્વવિદ્યાલય હરિદ્વાર દ્વારા યોજાયેલ શાસ્ત્રી કંઠપાઠ સ્પર્ધામાં શ્લોકાન્ત્યાક્ષરી સ્પર્ધામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય વિજેતા રૂ.૨૫૦૦૦/- રોકડ ઇનામ સાથે ગોલ્ડ મેડલ

પતંજલિ વિશ્વવિદ્યાલય હરિદ્વાર દ્વારા  યોજાયેલ શાસ્ત્રી કંઠપાઠ સ્પર્ધામાં  શ્લોકાન્ત્યાક્ષરી સ્પર્ધામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય વિજેતા રૂ.૨૫૦૦૦/- રોકડ ઇનામ સાથે ગોલ્ડ મેડલ

    

   હરિદ્વારા તા. ૧૨  બાબા રામદેવજી મહારાજ સંચાલિત પતંજલિ વિશ્વવિદ્યાલય હરિદ્વાર દ્વારા અખિલ ભારતીય શાસ્ત્ર કંઠપાઠ સ્પર્ધાનું આયોજન થયેલ.

        આ રાષ્ટ્રસ્તરીય શાસ્ત્ર કંઠપાઠ સ્પર્ધામાં સંપૂર્ણ ગીતા, હઠ પ્રદીપિકા, ઘેરન્ડ સંહિતા, પાંચ ઉપનિષદ્ ધાતુરૂપ, શ્લોકાન્તાક્ષરી વગેરે વિષયોની સ્પર્ધા યોજાયેલ. જેમાં ભારતભરની સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ.

         શ્લોકાન્તાક્ષરી સ્પર્ધામાં એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સ્વામી હરિકૃષ્ણદાસજી, પાર્ષદ ઘનશ્યામ ભગત અને ઋષિકુમાર વિવેક દવેએ સંયુક્ત રીતે ભાગ લીધેલ.

        શ્લોકાન્તાક્ષરી સ્પર્ધામાં પતંજલિ વિશ્વવિદ્યાલય સહિત આઠ ટીમોએ ભાગ લીધેલ.

    સતત બે કલાક ચાલેલી સ્પર્ધામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની ટીમ વિજેતા થયેલ.

    બાબા રામદેવજી મહારાજના હસ્તે દર્શનમ્ વિજેતા ટીમને રુ,૨૫૦૦૦/- ( પચીસ હજાર ) રોકડ પુરસ્કાર તથા ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવેલ.

    વિષેશમાં, ઋષિકુમાર વિવેક દવે ધાતુરુપ કંઠપાઠમાં તૃતીય નંબરે આવતા રામદેવજી મહારાજ હસ્તે રુ.૧૧૦૦૦/- રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ.

       પાર્ષદ ઘનશ્યામ ભગતને સંપૂર્ણ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં પ્રોત્સાહિત ઇનામ આપવામં આવેલ.

       માર્ગદર્શક તરીકે ગુરુકુલના પ્રાધ્યાપક વસોયા સુભાષ ભાઇએ સેવા બજાવી હતી.

       દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે યોજાયેલ એક સમારંભમાં માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ વિજેતા સંત અને ઋષિકુમારોને શુભાશીર્વાદ સાથે સન્માનિત કરવામાં આવેલ.

        

 (12:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો