Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

પુલવામામાં અલકાયદાનો આતંકી જાકીર મુસા ઘેરાઇ ગયો : લોકોએ હિંસા આચરી

અંતે ઘેરો તોડી જાકીર રફુચક્કર

   શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામા માં ૩ સાથીદારો સાથે આતંકી જાકીર મુસા ઘેરાઇ ગવયાના અહેવાલો મળે છે. જો કે સત્તાવાર સમર્થન નથી. કાશ્મીરના આઇજી મુજારખાન આ બાબતે રૂટીન ઘેરાબંદી કહે છે

   જાકીર મુસાના પૈતૃક ગામ દ. કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારના નોરપોરા ગામમાં ઘેરાબંધી અને ઘર ઘરની તલાશી હાથ ધરાતા હિંસા ભડકી ઉઠી, લોકો સડક ઉપર ઉતરી આવેલ અને દેખાવો સાથે સુરક્ષા દળો ઉપર પથ્થરમારો શરૂ થતા સ્થિતિ કાનૂમાં લેવા ટીયરગેસ છોડવામાં આવેલ. લાંબા સમય સુધી અથડામણ ચાલુ રહેલ.

   ૧પ ઓગષ્ટને ધ્યાને લઇને શ્રીનગરના મહજૂર નગર, એલડી હોસ્પિટલનાપટાંગણમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયેલ. આ વિસ્તારો બક્ષી સ્ટુડીયમની આસપાસના છે જયાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. સુરક્ષા દળો હોસ્પિટલમાં પહોંચતા જ અફરાતફડી મચી ગયેલ.

   દરમિયાન ઉરી ક્ષેત્રમાં કમલકોટ સરહદે પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કર્યાના અહેવાલો મળે છે.

 (11:54 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો