Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

ગરીબ ટ્રક ચાલક બાપ અપહરણ કરાયેલ પુત્રને છોડાવવા કરગરતો રહ્યો અને નરાધમો ભયાનક ડામ આપતા રહ્યા ધ્રુજારી છોડાવી દયે તેવી ક્રૂરતમ ઘટના

   નવી દિલ્હી : હરિયાણાના જીંદના બુઢાબાબા વિસ્તારના એક યુવકનું અપહરણ કરી મુંબઇના ગામડામાં લઇ જઇ સીગરેટ-ધગધગતા સળીયાથી દિવસો સુધી ડામ અપાયાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. દિવસોથી તેની સારવાર ચાલી રહી છે. સ્થિતિ ગંભીર છે.પોલીસે બે શખ્સોને ઝડપી લઇ આ યુવાનને છોડાવ્યો છે તેને છોડી દેવા લાખોની ફિરૌતી મંગાયેલ. સામાન્ય ટ્રક ચાલકનો પુત્ર નિકળતા અપહરણકારોએ ૩ લાખ માગેલ. તેના પિતાએ ૧ લાખ આપતા રસ્તા પર આ યુવકને ફેંકી અપહરણકાર યુવાનો નાસી છૂટેલ.જેમ જેમ ગરીબ પિતા પૈસા આપવા ઇન્કાર-લાચારી દર્શાવતો ગયો તેમ તેમ યાતના વધારતી જવાયેલ. બેભાન થઇ ગયો ત્યાં સુધી ડામ આપ્યા હતા. શરીરનો એકપણ હિસ્સો છોડાયો નથી.(૮.૬)

 (11:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો