Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

બિહારની વાર્તા હવે મહારાષ્ટ્રમાં દોહરાવાશે ?

શિવસેના સાથે છેડો ફાડી પવારનો પાલવ પકડાય તેવી ચર્ચાઃ વિપક્ષી બેઠકમાં એનસીપીની સૂચક ગેરહાજરી

   રાજકોટ, તા. ૧૨ :. બિહારની સ્ટોરી જાણે મહારાષ્ટ્રમાં રીપીટ થવા જઈ રહી હોય તેવું સ્પષ્ટ દર્શાય છે.

   ચર્ચાતી વિગતો મુજબ મહારાષ્ટ્રમાં શિવસેના રોજેરોજ ભાજપની પૂંછડી ખેંચી રહ્યુ છે પણ હિન્દુત્વને વરેલ ભાજપ મજબૂર છે, કોઈ પગલા લઈ શકતુ નથી.

   હવે બિહારમાં લાલુ યાદવને એકલા પાડી દઈ નિતિશના સાથથી સરકાર રચી તેનુ પુનરાવર્તન ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં થાય તો નવાઈ નહિ, એવા નિર્દેશો મળે છે.

   એવા સંકેતો મળે છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાથી છૂટકારો મેળવવા ભારતીય જનતા પક્ષની નેતાગીરી હવે સક્રીયપણે શરદ પવાર એનસીપી પક્ષનો સાથ લેવા માગે છે અને શિવસેના સાથે છેડો ફાડી એનસીપીને સરકારમાં સામેલ કરી દેશે.

   ગઈકાલે ૧૬ વિરોધ પક્ષોની સોનિયા ગાંધીએ બોલાવેલ બેઠકમાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર સૂચક રીતે ગેરહાજર રહ્યા તેની રાજકીય પંડિતો નોંધ લઈ રહ્યા છે.

   જો કોંગ્રેસના ગુલામનબી આઝાદે શુક્રવારે પવાર સાથે વાત કરેલ ત્યારે પોતાની તબિયત સારી ન હોવાથી હાજર રહી શકયા નથી તેવી વાત કર્યાનું આઝાદે જણાવેલ.

   એનસીપીના ગેરહાજર રહેવા સાથે જ વિપક્ષી એકતામાં નવા તડા પડી રહ્યાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.

   દરમિયાન એવી પણ ચર્ચા છે કે, એનસીપી અને શંકરસિંહ ગુજરાતમાં હાથ મિલાવી કોંગ્રેસ હાંફી જાય એવા ઉમેદવારો ઉભા રાખી ભાજપને આડકતરી મદદ કરશે. બદલામાં એનસીપીના કોટામાંથી બાપુને કેન્દ્રીય પ્રધાન પદ મળે તો નવાઈ નહિ.

   સોનિયાજીની બેઠકમાં પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ખુદ, તૃણમૂલ કોંગ્રેસ તરફથી હાજર રહ્યા હતા. તેઓ ૨૦૧૯માં ભાજપને સત્તા ઉપરથી કાઢવા કોઈ પણ પક્ષ સાથે કામ કરવા અને વિપક્ષી એકતા માટે તૈયારી બતાવી છે.

   અત્યારે તો વિપક્ષી બેઠકમાં એનસીપીની ગેરહાજરીને ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીના ચડાવ-ઉતાર સાથે સાંકળવામાં આવી રહેલ છે.

   ત્યારે એનસીપીના નેતા અને ગુજરાતનો હવાલો સંભાળી રહેલા પ્રફુલ્લ પટેલે એવો મમરો મૂકયો છે કે, અમારા વ્હીપ-આદેશ છતા એનસીપીના ધારાસભ્યોએ ગુજરાતમાં કોંગ્રેસને મત આપ્યા છે તો શા માટે વિપક્ષી એકતા તોડવા માટે અમને જવાબદાર ઠેરવાય છે. જો કે એનસીપીના મતો ભાજપને મળ્યાનું હવે સહુ કોઈ જાણે છે એ વાત અલગ છે.(૨-૧૩)

 (11:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો