Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

કાશ્મીરના કુપવાડામાં આર્મી હેડ કવાર્ટર પર આતંકી હુમલો

એક જવાન ઇજાગ્રસ્તઃ પાક. દ્વારા મીઢંર સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘનઃ એક મહિલાનું મોત

કાશ્મીરના કુપવાડામાં આર્મી હેડ કવાર્ટર પર આતંકી હુમલો

   જમ્મુ તા. ૧૨ : જમ્મુ-કાશ્મીરના કુપવાડા સેકટરમાં આવેલ આર્મી હેડકવાર્ટર પર આતંકીઓ દ્વારા ગત મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓએ કુપવાડા જિલ્લાના કાલરોસ વિસ્તારમાં બનાવામાં આવેલ ૪૧ આરઆર હેડકવાર્ટર પર હુમલોકર્યો છે. આ હુમલામાં આતંકીઓ સતત ૧૦ મિનિટ સુધી ફાયરિંગ કર્યું હતું જેમાં સેનાના એક જવાનને ઇજા થઇ છે. સેનાએ આ આતંકી હુમલામાં વળતો જવાબ આપ્યો છે. જો કે હજુ સુધી કોઇ આતંકીને ઠાર કર્યાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જયારે બીજી તરફ પાકિસ્તાન તરફથી મેંઢર સેકટરમાં ફરી યુધ્ધ વિરામનો ભંગ કર્યો છે.

   ૧૬ જૂને કાશ્મીરના અચબલમાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. તેમાં ૬ પોલીસ જવાન શહીદ થયા હતા. આતંકીઓએ ભાગતા પહેલાં જવાનોના ચહેરા પણ ક્ષત-વિક્ષત કરી દીધા હતા. પોલીસકર્મીઓ રૂટીન પેટ્રોલિંગ પર નીકળ્યા હતા ત્યારે આ ઘટના થઈ હતી.જયારે ૧૫ જૂને ખાણના હૈદરપુર વિસ્તારમાં બે અલગ અલગ ઘટનાઓમાં આતંકીઓએ પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. તેમાં પણ બે જવાન શહીદ થયા હતા.

 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો