Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

હું ટીકીટ આપવાનો હતો પરંતુ તેઓના નસીબ જ ફુટેલા હતા બાગી ધારાસભ્યો ચૂંટણી લડવા ગેરલાયક ઠરે તે માટે લડીશું

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બાગી ધારાસભ્યોને માર્યો ટોણો

હું ટીકીટ આપવાનો હતો પરંતુ તેઓના નસીબ જ ફુટેલા હતા બાગી ધારાસભ્યો ચૂંટણી લડવા ગેરલાયક ઠરે તે માટે લડીશું

      અમદાવાદ, તા. ૧૨ :. કોંગ્રેસના બાગી ધારાસભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી નાખ્યા બાદ હવે પ્રદેશ પ્રમુખે બાગી ધારાસભ્યોને ટોણો મારતા જણાવ્યુ હતુ કે, હું તો તેઓને ટીકીટ આપવાનો જ હતો પરંતુ તેઓના નસીબ ફુટેલા હતા. બાગી કોંગી ધારાસભ્યો છ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તે માટે કોંગ્રેસ લડી લેશે. રાજ્યમાં વીવીપીએટી ઈવીએમથી ચૂંટણી લડાય તે માટે કોંગ્રેસ એડીચોટીનું ચોર લગાવી દેશે.

      રાજયસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કરનારા કોંગ્રેસના બરતરફ કરાયેલાં ૧૪ ધારાસભ્યો ચૂંટણી લડવા માટે છ વર્ષ માટે ગેરલાયક ઠરે તે માટેની કાયદાકીય કાર્યવાહી કોંગ્રેસ કરશે એમ જણાવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે, ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે કોંગ્રેસ પાસે અનેક નવા-યુવા આશાસ્પદ ચહેરાઓ છે. ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી VVPAT ઈવીએમ મશીનથી લડાય તે માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે.

      ખાલી પડેલી બેઠકો અંગેના સવાલમાં તેમણે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે આશરે ૧૫૦૦ અરજી આવી છે. આ અરજીઓમાં અનેક યુવા-નવા ચહેરાઓ છે. તાલુકા-જિ.પંચાયતો તૂટશે? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ધારાસભ્યો તૂટી ગયા છે, હવે તેઓ પંચાયતો શું તોડશે!

      ગોંડલના ભાજપી ધારાસભ્યને હત્યા કેસમાં આજીવન કેદની સજા અંગે પ્રતિક્રિયા વ્યકત કરતાં કોંગી પ્રમુખે કહ્યું કે, ભાજપના પ્રધાનમંડળમાં બાબુ બોખીરિયા અને પરસોત્ત્મ સોલંકી જેવા સજા પામેલાં આરોપીઓ છે. જેના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભૂતકાળમાં તડીપાર થયેલાં હોય તેવા સંજોગોમાં ભાજપ પાસેથી મોરાલીટીની અપેક્ષા રાખી શકાય નહીં.

      રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના આઠ ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ ફરી એક વખત સ્થાનિક રાજકારણ ગરમાયુ છે ત્યારે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા બળવાખોર ધારાસભ્યોને લઈને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એમ કહ્યું હતુ કે હું તો આ લોકોને ટીકીટ આપવાનો હતો પરંતુ જેમના નસીબ જ ફુટેલા હોય તેમને કોણ બચાવે.

      અત્રે એ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સામે બળવો કરનાર એ મોટાભાગના ધારાસભ્યોએ પ્રદેશ પ્રમુખ સામે જ વિરોધ દર્શાવ્યો હતો ત્યારે ભરતસિંહ સોલંકીએ પણ સમયસર ટોણો માર્યો છે.

       

 (10:05 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો