Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

સરકાર કહે છે ઓકિસજન બંધ કરવાની વાત બેબુનિયાદઃ ગોરખપુરમાં પ દિવસમાં ૬૦ના મોત

આજે તપાસનો હેવાલ અપાશેઃ એન્સેફેલાઇટીસના પ૦૬ દર્દી દાખલ છેઃ સ્વાઇન ફલુના એક દર્દીનો પણ ભોગ લેવાયો

સરકાર કહે છે ઓકિસજન બંધ કરવાની વાત બેબુનિયાદઃ ગોરખપુરમાં પ દિવસમાં ૬૦ના મોત

      લખનૌ તા.૧ર : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતક્ષેત્ર ગોરખપુરની એક હોસ્પિટલમાં ઓકિસજન પુરવઠો બંધ થવાથી ૩૦ બાળકોના મોત થયાની વાતને યોગી સરકારે ફગાવી દીધી છે તો હોસ્પિટલના વર્તુળોએ કહ્યુ છે કે બાળકો સહિત પ દિવસમાં ૬૦ના મોત થયા છે પરંતુ ઓકિસજનના અભાવે કોઇ મોત થયુ નથી.

      ગોરખપુરની બીઆરડી હોસ્પિટલના કલેકટર સતત સ્થળ પર હાજર છે. મીડીયામાં ચમકેલા અહેવાલોને ભાજપ સરકારે ભ્રામક ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે, મેડીકલ કોલેજમાં દાખલ થયેલ ૭ દર્દીઓના મોત અન્ય કારણોથી થયા છે, ઓકિસજનના અભાવે નથી થયા. યુપીના મેડીકલ એજયુકેશન મીનીસ્ટર આશુતોષ ટંડને આ વાત કહી છે. બાળકોના વોર્ડમાં જે ત્રણ મોત થયા છે તે એન્સેફેલાઇટીસ સીન્ડ્રોમથી થયા છે.

      જીલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોંપાઇ છે જે સંભવતઃ આજે ૧ર વાગે પોતાનો અહેવાલ આપી દેશે. બાબા રાઘવદાસ મેડીકલ (બીએમડી) કોલેજના અને હોસ્પિટલના ડોકટરોએ આંકડા જાહેર કરતા કહ્યુ છે કે પ દિવસમાં કુલ ૬૦ દર્દીના મોત થયા છે પણ તેમાંથી એકપણનું મોત ઓકિસજન નહિ મળવાને કારણે નથી થયા.

      આ પહેલા એવા ખબર આવેલ કે ૬૮ લાખ રૂ.નું બીલ બાકી હતુ અને કોન્ટ્રાકટરે હાથ ઉંચા કરી દેતા ઓકિસજન પુરવઠો બંધ કરી દેવાયેલ. જેના લીધે ૩૦ બાળકોના મોત થયેલ. જે તમામ મહારાજગંજ, સિધ્ધાર્થનગર અને કુશીનગરના બાળકો હતા. ગોરખપુરના કલેકટરે પણ ૩૦ બાળકોના મોતને અનુમોદન આપ્યુ છે.

      યોગી આદિત્યનાથે અહી સમીક્ષા બેઠક લીધા પછીના ૩૬ કલાકમાં આ મેડીકલ કોલેજમાં દાખલ થયેલ ૪૮ દર્દીના મોત થયા છે. જે ઓકિસજન સપ્લાય બંધ થવાથી થયાનું કહેવાય છે. જેમાં ૩૦ બાળકો અને ૧૮ અન્ય ગંભીર સ્થિતિના દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાં સ્વાઇન ફલુ પીડિત અને વેન્ટીલેટર ઉપર રહેલ મહિલાનો પણ સમાવેશ થાય છે.

      હવે બેદરકાર ઓફિસરો ઉપર વિજળી ત્રાટકશે અને બધુ સમુનમુ થઇ જશે તેવા હેવાલો છે.

      આ વર્ષે અહી એન્સેફેલાઇટીસનો ખતરનાક રોગચાળો પ્રસર્યો છે. જેના પ૦૪ દર્દીઓ દાખલ થયા છે.

       

 (10:04 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો