Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

કતલખાના માટે બજારમાંથી ઢોર- ઢાંખર ખરીદી શકાશે

કેન્દ્ર સરકારે આવી ખરીદી ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામા ઉપર મદ્રાસ હાઇકોર્ટનો સ્ટે સર્વોચ્ચ અદાલતે ચાલુ રાખ્યો

કતલખાના માટે બજારમાંથી ઢોર- ઢાંખર ખરીદી શકાશે

      નવી દિલ્હી તા. ૧૨ : બજારમાંથી ઢોરની કતલ માટે ખરીદ - વેચાણ ઉપર પ્રતિબંધ લાદતા કેન્દ્ર સરકારના ૨૩ મેના જાહેરનામાની જોગવાઇઓ ઉપર મદ્રાસ હાઇકોર્ટે આપેલ મનાઇ હુકમ બાબતે કોઇ જ દખલગીરી કરવા સુપ્રીમ કોર્ટે નકારી કાઢયું છે.

      જો કે સુપ્રીમ કોર્ટે પોતાનો અગાઉનો હુકમ સુધારી હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે 'પ્રી વેન્સ ઓફ કૃઅલ્ટી ટુ એનીમલ્સ એકટ' (કેસ પ્રોપર્ટી એનીમલ્સ રૂલ્સ ૨૦૧૭) ઉપર આપેલ મનાઇ હુકમ હટાવી લીધો છે. આને લીધે હવે લાઇટ સ્ટોક માર્કેટ રૂલ્સ (રૂલ ૨૨ સિવાઇ)ના અમલ માટેનો રસ્તો સાફ થયો છે.

      સુપ્રીમ કોર્ટે આ સ્ટે ખારી જ કરતા હવે કેન્દ્ર સરકારે ૨૩ મેના રોજ નોટીફાઇ - જાહેર કરેલ છ કેસ પ્રોપર્ટી એનીમલ્સ રૂલ્સ ૨૦૧૭નો અમલ પણ થઇ શકશે.

      સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ જે. એસ.કહેર અને જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડેંની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, અમારી સમક્ષની આ અરજીનો નિકાલ કરીએ છીએ. મદ્રાસ હાઇકોર્ટે આપેલ મનાઇ હુકમ યથાવત ચાલુ રાખીએ છીએ. અમે તેને સ્પર્શતા નથી.

      સુપ્રીમ કોર્ટે આમ છતાં નારાજ પક્ષકારોને, સરકાર જ્યારે નવા રૂલ્સ જાહેર કરે, ત્યારે અદાલતનો એપ્રોચ કરવા મંજૂરી આપતા કહ્યું છે કે, ત્યારે જ નવા કોઇ પગલા લેવાનો પ્રશ્ન ઉભો થશે.

      સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે, 'લાઇવ સ્ટોક માર્કેટ રૂલ્સ એન્ડ કેસ પ્રોપર્ટી એનીમલ્સ રૂલ્સ ૨૦૧૭'ની અન્ય જોગવાઇઓ સામે કોઇ વાંધો નથી અને સંતુષ્ઠ છીએ અને તેથી તેની સામેનો સ્ટે ઉઠાવી લેવામાં આવે છે.

      ૨૩ મેના કેન્દ્ર સરકારે બજારમાંથી કતલ માટે ઢોર-ઢાંખર ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ બહાર પાડેલ તેના ઉપર મદ્રાસ હાઇકોર્ટે આપેલ મનાઇ હુકમનો અમલ અદાલતે ૧૧ જુલાઇએ સમગ્ર દેશ માટે લંબાવી આપેલ.

      કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ખાત્રી આપતા જણાવેલ કે, તેઓ હવે સુધારેલું જાહેરનામુ બહાર પાડશે અને મદ્રાસ હાઇકોર્ટે જાહેરનામા ઉપર આપેલ મનાઇ હુકમ ઉઠાવી લેવા માગણી નહિ કરે. આ ખાત્રી અપાયા પછી ઉપર મુજબ સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ.

      'મહારાષ્ટ્રમાં ગૌ-માંસ લઇ જવા કે ગૌ માંસ ઘરમાં રાખવાના કૃત્યને 'સેકસન ફાઇવ ડી ઓફ ધ મહારાષ્ટ્ર એનીમલ પ્રીઝર્વેશન (એમેન્ડમેન્ટ) એકટ ૧૯૯૫' ગુન્હો બનાવતા કાનૂન'ની જોગવાઇના ફરી અમલ માટે માગણી કરતી મહારાષ્ટ્ર સરકારની અરજી ઉપર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થયેલ હતી. આ જોગવાઇ મુંબઇ હાઇકોર્ટે ગેરબંધારણીય ઠરાવી રદબાતલ જાહેર કરેલ.

      હાઇકોર્ટના ચૂકાદાને પડકારતી મહારાષ્ટ્ર સરકારની અપીલ ઉપર સુપ્રીમ કોર્ટની જસ્ટીસ આર.કે.અગ્રવાલ અને જસ્ટીસ અભય મનોહર સપ્રેની બેન્ચે નોટીસ ઇશ્યુ કરી છે.

 (10:01 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો