Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

દલાઈ લામા, બાબા રામદેવ, ડો. લોકેશ મુનિ, નમ્રમુનિ સદ્દભાવના સંદેશ આપશે

અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા મુંબઈમાં કાલે વિશ્વશાંતિ પરિષદ

દલાઈ લામા, બાબા રામદેવ, ડો. લોકેશ મુનિ, નમ્રમુનિ સદ્દભાવના સંદેશ આપશે

      રાજકોટ, તા. ૧૨ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જૈનાચાર્ય ડો. લોકેશમુનિ સ્થાપિત ''અહિંસા વિશ્વ ભારતી'' સંસ્થા દ્વારા રવિવાર ૧૩ ઓગષ્ટે સવારે ૧૦ વાગ્યાથી વરલીના એન.એસ.સી.આઈ. ડોમમાં આંતરરાષ્ટ્રીય વિશ્વશાંતિ પરિષદનું આયોજન કરાયુ છે. ''અનેકતામાં એકતા - ભારતીય સંસ્કૃતિ''ના થીમ પર યોજાઈ રહેલી આ પરિષદમાં વિવિધ ધર્મોના દિગ્ગજ મહાપુરૂષો એક મંચ પર એકઠા થશે અને વિશ્વમાં શાંતિ તેમજ સદ્દભાવના પ્રસ્થાપિત કરવાની દિશામાં વિચારવિમર્શ કરશે.

      આજે પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા ડો. લોકેશ મુનિએ જણાવ્યુ હતું કે આ વિશ્વશાંતિ પરિષદમાં ધર્મના વરિષ્ઠ ધર્મગુરૂ દલાઈ લામા, યોગઋષિ બાબા રામદેવ, રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબ,  જૈનાચાર્ય કુલચન્દ્રસુરીશ્વરજી મ. સા., અકાલ તખ્તના વડા જથ્થેદાર જ્ઞાની ગુરૂબચનસિંહ, અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના ડો. કલ્બે સાદિક, આર્ચબિશપ ફેલિકસ મવ્હાદો વગેરે દિગ્ગજ ધર્મપુરૂષો વિશ્વશાંતિ અને સદ્દભાવના પર સંદેશ આપશે. કેન્દ્રીયપ્રધાનો વિપુલ ગોયલ, ડો. હર્ષવર્ધન, ડો. મહેશ શર્મા, પુરૂષોતમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે.

 (10:01 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો