Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

પીએચડી-એમફિલની પ્રવેશ પરીક્ષા ૩૦મીએ થઇ શકે છે

વિવાદીત ચાર ફોર્મ આખરે માન્ય રખાયાઃ કુલપતિની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં મહત્વના નિર્ણયો આવા બીજા વિદ્યાર્થીઓને તક મળે તે માટે વિન્ડો ખુલશે

   અમદાવાદ,તા. ૧૨, ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી અને એમફીલમાં ઓછા ટકા ધરાવતા વિદ્યાર્થીઓને બેસવા દેવા સામે વિરોધ થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ મુદ્દે કુલપતિએ એડમીશન કમીટીના સભ્યોને આ મામલે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં ચર્ચાના અંતે વિવાદાસ્પદ ગણાતા ચાર ફોર્મ માન્ય રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે, ૫૫ ટકા અથવા તો ગ્રેડીંગ સીસ્ટમ ધ્યાને લેવાની હતી. આ વિદ્યાર્થીઓ ગ્રેડીંગ પધ્ધતિ મુજબ, કવોલીફાઇ થતા હોવાથી તેમના ફોર્મ માન્ય રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉપરાંત, આવા અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકે તે હેતુથી એક સપ્તાહ માટે અરજી કરી શકે તે અંગે વીન્ડો ખુલ્લી મૂકાશે અને ત્યારબાદ સંભવતઃ તા.૩૦મીએ યોજાશે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિવર્સિટીમાં શનિવારે પીએચડી-એમફીલની અંદાજે એક હજાર જેટલી બેઠકો માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હતી. પીએચડીમાં એન્ટ્રન્સ ટેસ્ટના નિયમો પ્રમાણે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓએ ૫૫ ટકા માર્કસ હોવા જરૂરી છે. એબીવીપીના વિદ્યાર્થી નેતા કુશ પંડયાને ૫૫ ટકા માર્કસ નહી હોવાછતાં તેનું ફોર્મ સ્વીકારાયુ હોવાની રજૂઆત સાથે એનએસયુઆઇ કાર્યકરોએ કુલપતિની ઓફિસમાં ધામા નાંખ્યા હતા. એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ કુલપતિ સામે યુનિવર્સિટીમાંથી આરએસએસની ઓફિસ ચલાવતા હોવાના આક્ષેપો કરાયા હતા. જેને પગલે કુલપતિએ પીએચડી અને એમફિલની પરીક્ષા રદ કરી હતી. દરમ્યાન આજે કુલપતિએ એડમીશન કમીટીના સભ્યો અને ડીન સહિતના સભ્યોની બેઠક આજે બોલાવી હતી. ચર્ચા દરમ્યાન આ વિદ્યાર્થીઓને ૫૫ ટકા માર્કસ થતા ન હોવાનુ જણાયું હતું. પરંતુ યુજીસીના નિયમ મુજબ ગ્રેડીંગ પધ્ધતિ પ્રમાણે તેઓ એલિજીબલ થતા હોવાનું જણાયું હતું. જેથી ગ્રેડીંગ મુજબ, આ ચારેય વિદ્યાર્થીઓને પરીક્ષા માટે યોગ્ય ઠરતા હોઇ તેઓના ફોર્મ માન્ય રાખવાનો નિર્ણય લેવાયો હતો.  આ સિવાય બાકીના આવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ પરીક્ષામાં બેસવાની તક મળે તે હેતુથી પરીક્ષા માટે અરજી કરી શકાય તેની વીન્ડો એક સપ્તાહમાં તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવાનો નિર્ણય લેવાયો હતો. જેથી હવે આગામી સપ્તાહ સુધી આવા વિદ્યાર્થીઓ કે જેમને ૫૫ ટકામાં થોડાક જ પોઇન્ટ ખુટતા હોય અને ગ્રેડીંગ મુજબ તેઓ એલિજીબલ થતા હોય તેઓ અરજી કરી શકશે. આ માટે તા.૧૪થી ૨૨ ઓગસ્ટ દરમ્યાન પીન વિતરણ કરાશે અને તા.૨૩ ઓગસ્ટ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. જયારે તા.૩૦મી ઓગસ્ટે પ્રવેશ પરીક્ષા લેવાય તેવી વકી છે.

 (09:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS