Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

મોદીના ભારત જોડો ઝુંબેશથી ગંદગી અને ભ્રષ્ટાચાર દૂર થશે

સંકલ્પ સે સિદ્ધિના કાર્યક્રમોનું આયોજનઃ દરેક મંડળમાં સ્વાતંત્ર સેનાની, શહીદોને અંજલિ અપાશે મશાલ સરઘસ અને બાઈક દ્વારા તિરંગા રેલીઓ યોજાશે

મોદીના ભારત જોડો ઝુંબેશથી ગંદગી અને ભ્રષ્ટાચાર દૂર થશે

   અમદાવાદ, તા.૧૨, ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, તા. ૯મી ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ સ્વરાજય માટેનો સંકલ્પ સાથે આ ક્રાંતિ દિવસ અંગ્રેજોને ભારત છોડો આંદોલનના સંકલ્પથી પ્રારંભ થયો અને ૫ વર્ષ પછી તા. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે દેશની સ્વતંત્રતા સાથે આ સંકલ્પ સિધ્ધ થયો હતો. ભારતને ૨૦૨૨માં આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા. ૦૯મી ઓગસ્ટ, ૨૦૧૭ આવેલ ક્રાંતિ દિવસથી શરૂ કરીને ૨૦૨૨ સુધી એટલે કે ૫ વર્ષ સુધી સંકલ્પ એ સિધ્ધિ મંત્ર સાથે નયા ભારતના નિર્માણ માટે ભારત જોડોનું એક મહાઅભિયાન ચલાવવા દેશની જનતાને આહ્વાન કર્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કેન્દ્ર ભાજપની યોજના પ્રમાણે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ગુજરાત ભાજપે નયા ભારતના નિર્માણમાં સંકલ્પ સે સિધ્ધિનાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, તા. ૦૯ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધી દરેક મંડલમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદોની પ્રતિમાઓને ભાજપ દ્વારા પુષ્પાંજલી કરીને મશાલ સરઘસ કાઢવામાં આવશે. દરેક મંડલ સ્તરે મોટર સાઈકલ રેલી દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન થશે. તા. ૧૪ ઓગસ્ટે આઝાદીની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના ગીતોના કાર્યક્રમોનું આયોજન કરશે. તા. ૧૫ ઓગસ્ટે ધ્વજવંદનના કાર્યક્રમો કરવા. આ દિવસે ગંદકી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદ વગેરે દુર કરવાના સંકલ્પો લેવામાં આવશે. આ મહિના દરમ્યાન સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપાણ જેવા સામાજીક સેવાના કાર્યક્રમો ભાજપ દ્વારા કરવામાં આવશે. ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભારત જોડોના આહ્વાન સાથે નયા ભારતના નિર્માણ માટે ના સમગ્ર કાર્યક્રમો માટે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશની એક બેઠક તા. ૧૮મી ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય, શ્રી કમલમ્, કોબા, ગાંધીનગર ખાતે મળશે. તેમાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીષજી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રદેશ મોરચાના પ્રમુખો અને જીલ્લા મહાનગરના પ્રભારીઓ હાજર રહેશે.

 (09:51 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS