Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

ધાનેરા પુરગ્રસ્ત લોકો સાથે ગુજરાત સરકારની મજાક

મકાન સહાય પેટે ૨, ૫, ૮, ૧૨ હજારના ચેકઃ લોકોએ સરકારની સામે ફટકાર વરસાવી ચેક પરત કર્યા રાજકીય કિન્નાખોરી કરી સહાય ચુકવાઈ છે : જય સોલંકી

   અમદાવાદ, તા.૧૨, ધાનેરામાં પુરગ્રસ્ત લોકો સાથે જાણે સરકાર માજાગ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લોકોના ઘર સહીત સામગ્રી પણ વરસાદી પુરમાં તણાઈ જવા પામી છે ત્યારે ગુજરાતની સરકારે આવા અસરગ્રસ્ત લોકો સહાય પેટે બે હજાર પાંચ હજાર અને આઠ હજારના ચેક આપતા લોકો એ સરકાર સામે ફિટકાવ વરસાવ્યો હતો અને સરકારના ચેક સરકારને પરત કર્યા છે. ધાનેરામાં પુરની પરિસ્થિતિ બાદ લોકો પાયમાલ બની ગયા છે લોકો પાસે ખાવા અનાજ નથી બચ્યું કે નથી બચ્યું રહેવા ઘર ત્યારે આવા લોકોને સહાય આપવાની મોટી મોટી વાત કરતી ગુજરાતની રૂપાણી સરકાર જાણે આ અસરગ્રસ્ત લોકોની માજાગ ઉડાવી રહી હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ધાનેરા આળી લોકોને સહાય આપવાનું આશ્વાસન આપતા લોકોમાં ખુશી જોવા મળી હતી પરંતુ સરકારે આવા લોકો સાથે માજાગ કરતા લોકોની ખુશી અત્યારે ગમમાં ફેરવાઈ ગઈ છે જે લોકોના ઘરપુરમાં તણાઈ ગયા તેવા લોકોને સરકારે સહાય નહિ પણ સહાયના નામે પુરગ્રસ્તો સાથે માજાગ કરી છે જે લોકોનું સંપૂર્ણ ઘર ધરાશાય થયું છે તેવા લોકોને દાસથી બાર હજારના ચેક આપ્યા છે જે લોકોના ઘરની એક દીવાલ પડી ગઈ છે તેવા લોકોને ૨થી ૫ હજારના ચેક આપ્યા છે હવે તમેજ કહો કે આટલી મોંઘવારીમાં આ રકમમાં ઘર બની શકે તો પછી ગુજરાતની રૂપાણી સકારે લોકો સાથે માજાગ નથી કરી તો શું કર્યું છે. પુરગ્રસ્ત લોકો આવા ચોક જોઈ ચોકી ગયા હતા અને સરકાર સામે ફિટકાર વારવાસી ચેક પરત કર્યા છે. ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટે જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા જે મકાનો માટે સર્વે કરવામાં આવ્યું છે તે સર્વે આંખે પાટા બાંધીને કરવામાં આવ્યું છે કાટો એક જ જગ્યા પાર બેસીને સર્વે આંખે પાટા બાંધીને કરવામાં આવ્યું છે કાટો એકજ જગ્યા પાર બેસીને સર્વે કરી ચાલ્યા ગયા છે જો સર્વે લોકો ને ઘરે જય કર્યું હોત તો આવી રીતે સહાય ન ચુકવાઈ હોત અને ધાનેરામાં તંત્ર કામગીરીની મોટી મોટી વાતો કરી રહ્યું છે કે અમે ૭૦ ટકા કામ પૂર્ણ કરી દીધું છે પણ ધાનેરાના કેટલાક વિસ્તાર અત્યારે ગંદકીમાં ગરકાવ છે અને લોકોને જીવવું પણ મુશ્કેલ બની ગયું છે અગાઉ પણ ધાનેરામાં ભારે રોગચાળાને લઈ ૬ થી વધુ લોકો મોટને ભેટ્યા હતા અને હવે જો રોગચાળો ફાટ્યો અને કોઈ જાનહાની સર્જાઈ તકો તેના માટે જવાબદાર ગુજરાત સરકાર રહેશે ધાનેરા નગરપાલિકા કોર્પોરેટરના પુત્ર જયેશભાઈ સોલંકી અને ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે વધુમાં એ પણ જણાવ્યું હતું કે, અહીંયા લોકોને સહાય ના નામે માજાગ કરવામાં આવી છે અને રાજકીય કિન્નખોરી કરી લોકોને પુછી પુછીને સહાય આપવામાં આવી છે કે તમે કોંગ્રેસ ને વોટ આપ્યું હતું કે, ભાજપને અને જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હોય તેવા વિસ્તારમાં લોકોને હેરાન કરવામાં આવે છે અને સહાય ના નામે માજાગ કરવામાં આવે છે અત્યારે તો લોકો ઉશ્કેરાઈ સરકાર સામે ફિટકાર વરસાવી સરકારના ચેક સરકારને પરત કર્યા છે પરંતુ સરકાર હવે આ લોકોને મકાન બનાવવા માટે મદદ રૂપ થશે કે નહી તે તો સમય જ બતાવશે.

 (09:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS