Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને લઇને તડામાર તૈયારીઓ કરાઈ છે

પ્રથમવાર સુવર્ણરથ સાથે જન્માષ્ટમી ઉત્સવ : સુવર્ણરથને રાધામાધવની સેવામાં ખાસ અર્પણ કરાશે ૧૫૦૦૦ લાડૂ, ૧૦૮ પકવાન : કૃષ્ણલીલાનું આયોજન

   અમદાવાદ, તા. ૧૨ : ગુજરાતમાં સૌ પ્રથમવાર હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે સુવર્ણ રથ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવનાર છે જેની જોરદાર તૈયારી હાલમાં હાથ ધરવામાં આવી છે. મંદિર ખાતે ઉજવાતો જન્માષ્ટમી મહોત્સવ ખુબ જ આગવો અને અલૌકિક અનુભવ કરાવનાર હોય છે. ઉત્સવ દરમિયાન મહાભિષેક, હિંડોળા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સુવર્ણ રથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હરેકૃષ્ણ મંદિર અમદાવાદ જગમોહનકૃષ્ણ દાસાએ કહ્યું છે કે, જન્માષ્ટમી તે આશરે ૫૦૦૦ વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણ મથુરાની પવિત્ર ભૂમિ ઉપર દિવ્ય પ્રાગટ્યની ઉજવણી છે. ૧૫મી ઓગસ્ટના દિવસે હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે જન્માષ્ટમી અને ૧૬મીએ નંદોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ઉત્સવમાં આશરે એક લાશ દર્શનાર્થીઓને ધ્યાનમાં લઇને મોટાપાયે તૈયારી કરવામાં આવી છે. મંદિરમાં દિવસ દરમિયાન કોઇપણ જાતના વિરામ વગર દર્શન કરી શકાશે. જાણીતા ગાયકો દ્વારા સુંદર ભજન ગાવવામાં આળશે. ભક્તો દિવ્યમય સંગીતનો લાભ લઇ શકશે. કૃષ્ણલીલા નૃત્ય પણ રજૂ કરવામાં આવશે. આ વખતની જન્માષ્ટમી ઉત્સવનું મુખ્ય આકર્ષણ સુવર્ણ રથ છે જેને ભગવાન શ્રી રાધામોહનની સેવામાં અર્પણ કરાશે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ રીતે કલાત્મકરીતે સોનાથી જડેલા રથને ભગવાન શ્રીકૃષ્ણની સેવામાં અર્પણ કરવામાં આવશે. ભક્તો દ્વારા રથના દોરડા ખેંચીને રાધામાધવને મંદિર પરિષરની ફરતે સવારી કરવામાં આવશે. સાંજે પ્રતિમાને સુવર્ણ રથમાં સવારી કરાવવામાં આવશે. રાધા માધવને સુંદર રેશમી વસ્ત્રોમાંથી બનાવવામાં આવેલા ભવ્ય પોશાક અને ઉત્સવ માટે ખાસ વૃંદાવનથી તૈયાર વિવિધ અલંકારો પહેરાવવામાં આવશે. જુદા જુદા રાજ્યોમાંથી લાવવામાં આવેલા સુંગદીધાર રંગબેરંગી પુષ્પોથી મંદિરને સજાવવામાં આવી ચુક્યું છે. મંદિર દ્વારા ૧૫૦૦૦ જેટલા લાડૂ ઉપરાંત પ્રસાદ ઘરની દૂધ અને વિવિધ જાતની મિઠાઇઓ બનાવવામાં આવી છે. ૧૦૮ વિશેષ પકવાન અને વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવનાર છે. વૃંદાવન લીલાઓ, લીટલ કૃષ્ણ નામનો એનિમેશન શો દર્શાવવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે હરિનામ જપ યજ્ઞમાં શ્રીકૃષ્ણના દિવ્ય નામનું ૧૦ લાખ વખત રટણ કરવામાં આવશે. લોકોની શાંતિ ્ને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવશે. કૃષ્ણલીલાનું પ્રદર્શન તથા ભગવાન શ્રી કૃષ્ણ માટે હિંડાળા સેવાનું આયોજન કરાયું છે.

   ઉજવણીની સાથે સાથે..

   *   જન્માષ્ટમી મહોત્સવનું મુખ્ય આકર્ષણ સુવર્ણરથ છે

   *   આ સુવર્ણરથને રાધામાધવની સેવામાં અર્પણ કરાશે

   *   ગુજરાતમાં સૌ પ્રથમવખત હરેકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની વિશેષતૈયારી કરાઈ

   *   મહાભિષેક, હિંડોળા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સુવર્ણરથ ઉત્સવનું આયોજન

   *   ૧૫મીએ જન્માષ્ટમી અને ૧૬મીએ નંદોત્સવની ઉજવણી થશે

   *   હરેકૃષ્ણ મંદિર દ્વારા ૧૫૦૦૦ લાગૂ, ૧૦૮ વિશેષ પકવાન તૈયાર કરાયા

   *   શ્રીકૃષ્ણની વૃંદાવન લીલાઓ, લીટલ કૃષ્ણ નામનો એનિમેશન શો દર્શાવાશે

   *   હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ફરારી પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી

   *   મંદિર પરિષરમાં શટલ સર્વિસની પણ વ્યવસ્થા કરાઈ

   *   શારીરિકરીતે નબળા લોકોને મંદિરના પ્રાંગણથી પરિસર સુધી લઇ જવાની વ્યવસ્થા કરાઈ

   *   શ્રીકૃષ્ણના દિવ્ય નામનું ૧૦ લાખ વખત રટણ કરવા સંબંધિત કાર્યક્રમ યોજાશે

   *   ઉત્સવમાં એક લાખ શ્રદ્ધાળુઓ પહોંચી શકે

 (08:15 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS