Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

સાપુતારા મોનસુન ફેસ્ટિવલ શરૂ : અનેક પ્રવાસી પહોંચશે

મોનસુન ફેસ્ટિવલ ૧૦મી સપ્ટેમ્બર સુધી ચાલશે : હિલસ્ટેશનમાં જંગલી ટેકરા, લીલાછમ ધોધ પ્રભાવશાળી બને છે : સાપુતારામાં શ્રેણીબદ્ધ આકર્ષણ પ્રવાસી માણશે

   

   અમદાવાદ, તા.૧૨ : સાપુતારા મોનસુન ફેસ્ટિવલની આજે વિધિવત શરૂઆત થઇ હતી. સાપુતારા લેટ બોટ હાઉસ ગ્રાઉન્ડ ખાતે આની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલ ૧૦મી સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. વર્ષ ૨૦૧૫-૧૬ના મોનસુન ફેસ્ટિવલ દરમિયાન બે લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા. સાપુતારાનો સમગ્ર વિસ્તાર બેજોડ ખુબસુરત છે. ચોમાસા દરમિયાન વનરાઈ, પક્ષીઓ અને કુદરતી સુંદરતા તેમાં ચાર ચાંદ લગાવી દે છે. આ મોસમમાં સમગ્ર વિસ્તાર તમરાઓના મધુરગાન અને પશુઓની ડણકના પડઘાઓથી ગુંજી ઉઠે છે, હવે, વિવિધ ઉત્સવો, તહેવારોની ઉજવણીમાં એક નવું પરિણામ મોસમના આગમને વધાવવાનું પણ ઉમેરાયું છે અને તે આ મોન્સુન ફેસ્ટિવલ ૨૦૧૭ના સ્વરૂપમાં લોકો સમક્ષ રજુ કરતા પ્રવાસન વિભાગ ખુબ ઉત્સાહનો અનુભવ કરી રહ્યું છે. ગુજરાતનું એક હિલ સ્ટેશન સાપુતારા ખાસ કરીને ચોમાસામાં આનંદદાયક બને છે. આ સમય દરમ્યાન જંગલી ટેકરા લીલાછમ અને ધોધ પ્રભાવશાળી બને છે. જંગલી ફુલો ખીલી ઉઠે છે. દરિયાથી મોટી ઉચાઈએ આવેલા પ્રદેશ જેમકે હિમાલય પર્વતમાળાની સરખામણીમાં સાપુતારા ચોમાસામાં પણ સુલભ છે જેને કારણે ચોમાસામાં પીક સીઝનને લંબાવી શકાય છે. ટુરિઝમ કોર્પોરેશન આ તક ઝડપને દર વર્ષે મોનસુન ફેસ્ટીવલનું આયોજન કરે છે. આ વર્ષના મોંનસુન ફેસ્ટીવલનું ઉદઘાટન પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા, તા. ૧૨મી ઓગસ્ટે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર રહેશે કમલેશ પટેલ, ચેરમેન, ગુજરાત પ્રવાસન નિગમ લિ. કે સી પટેલ સાંસદ, વલસાડ, મંગળભાઈ ગાંવિત ધારાસભ્ય ડાંગ, ગજેન્દ્રસિંહ જાડેજા, બોર્ડ ઓફ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ લિ. સુધીરભાઈ લાલપુરવાડા બોર્ડ ઓફ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ લિ. અમિત ઠાકર બોર્ડ ઓફ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ લિ. કેશુભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ લિ. ઝવેરીભાઈ ઠકરાર બોર્ડ ઓફ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ લિ. માધાતાસિંહ જાડેજા બોર્ડ ઓફ ડિરેક્ટર ગુજરાત પ્રવાસન નિગમ લિ. છેલ્લા સાત વર્ષથી આ અનેરા એક એક મહિના લાંબા મોંનસુન ફેસ્ટીવલનું સાપુતારામાં આયોજન થઈ રહ્યું છે. ગુજરાત પાસે પર્યટકો માણી શકે તેવા ધણા તહેવારોમાંનો એક આ સાપુતારા મોંનસુન ફેસ્ટીવલ છે. આ વર્ષે ચોમાસુ બેઠુ કે સાપુતારા યજમાનની પેઠે તૈયાર થઈ ગયું છે મોંનસુન ફેસ્ટીવલને ઉજવવા આ ફેસ્ટીવલ તારીખ ૧૨મી ઓગસ્ટથી શરૂ થશે કે છેક ૧૦મી સપ્ટેબર સુધી. સાપુતારામાં ૨૦૧૫-૧૬ના મોનસુન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ૨,૫૧,૪૪૦ હતી. તેમજ મોનસુન ફેસ્ટિવલ દરમિયાન થતા જુદી જુદી પ્રવૃત્તિઓના ભાગ રૂપે પ્રવાસીઓ દ્વારા ખર્ચવામાં આવતા પૈસાથી સ્થાનિક લોકોને ૧૩.૧૯ કરોડનો ફાયદો થયો છે.

   

 (08:15 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS