Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

ઘોડાસરમાં વીજકરંટથી ધો-૧૦ના વિદ્યાર્થીનું કરૂણ મોત

ટયુશન કલાસીસની સીડી ઉતરતી વખતે કંરટ : ટયુશન કલાસીસની બેદરકારીના કારણે વિદ્યાર્થીનું મોત નીપજયાનો પરિવારજનોનો આક્ષેપ : પોલીસ તપાસ શરૂ

   અમદાવાદ,તા. ૧૨ :    શહેરના ઘોડાસર વિસ્તારમાં ખાનગી ટયુશન કલાસમાં જતા એક વિદ્યાર્થીની કલાસની લોખંડની સીડી ઉતરતી વખતે વીજકરંટ લાગતાં તેનું કરૂણ મોત નીપજયુ હતું. વિદ્યાર્થના મોતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, વટવા પોલીસે પણ આ સમગ્ર મામલામાં જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ કલાસીસ સંચાલકોની બેદરકારીના કારણે તેમના પુત્રનું મોત નીપજયું હોવાના ગંભીર આક્ષેપો કરતાં મામલો ગરમાયો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતો અને ધોરણ-૧૦ના રિપીટર તરીકે અભ્યાસ કરી રહેલો હાર્દિક દિપકકુમાર ગુપ્તા નામનો વિદ્યાર્થી રોજના ક્રમ પ્રમાણે,  ઘોડાસર રોડ પર પી.ડી.પંડયા કોલેજ રોડ પર આવેલા સંતોષી ગ્રુપ ટયુશન કલાસીસમાં ગયો હતો એ વખતે કલાસીસની લોખંડની સીડી ઉતરતી વખતે તેને અચાનક જ વીજકરંટ લાગતાં તે જમીન પર પટકાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, કલાસીસની સીડી નીચે ડીપીનો વાયર ખુલ્લો હતો અને તેના વીજપ્રવાહના કારણે તેમના પુત્રને કરંટ લાગ્યો છે. કલાસીસ સંચાલકોની બેદરકારીના કારણે તેમના પુત્રનું અકાળે અવસાન થયું છે. આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઇએ. બીજીબાજુ, કલાસીસના શિક્ષકે બચાવ કર્યો હતો કે, સીડી પાસે વીજથાંભલો છે અને થાંભલાને અડવાથી કરંટ લાગવાથી વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં વટવા પોલીસ અને એફએસએલના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ સમગ્ર મામલામાં જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 (07:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS