Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

'લોકસંસાર' દૈનિક ગાંધીનગરના તંત્રી ભુવનેશ ઓઝાનું દુઃખદ અવસાન

   અમદાવાદ, તા. ૧૨ : ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં ''લોકસંસાર'' દૈનિકના તંત્રી ભુવનેશભાઈ ઓઝાનું તા. ૧૧ને શુક્રવારના રોજ હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયેલ છે. ભાવનગરથી કારકિર્દી શરૂ કરનાર ભુવનેશભાઈ ઓઝા છેલ્લા ચારેક દાયકાથી મીડીયા લાઈન સાથે સંકળાયેલા છે. તેમણે ગુજરાતના નામાંકિત અખબારોમાં કામ કર્યુ છે અને છેલ્લા પાંચેક વર્ષથી ''લોકસંસાર'' દૈનિક ગાંધીનગરમાં તંત્રી તરીકે ફરજ બજાવતા હતા ઉપરાંત તેઓ પત્રકાર એસોસીએશનના હોદ્દેદાર પણ રહી ચૂકયા છે. તેમના અવસાનથી પત્રકાર જગતમાં શોકનું મોજુ છવાયુ છે.

 (03:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS