Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

રાજયના બોર્ડ-નિગમના ૭૦ હજાર કર્મચારીઓની ઘોર મશ્કરીઃ પેન્શન માત્ર ૭૦૦ થી રપ૦૦ સુધીનું: વ્યાપક રોષ

સુપ્રિમ કોર્ટનું જ્જમેન્ટ છે કે મીનીમમ ૬પ૦૦ પેન્શન કરી આપવુ...પરંતુ રાજય સરકાર અમલ કરતી નથીઃ એસ.ટી. બોર્ડ-ગ્રામીણ બેંક-વીજ બોર્ડ સહિતના નિગમના ર૦૦૬ સુધીમાં નિવૃત થયેલ કર્મ-અધિકારીઓના ભારે નિસાસા...: મુખ્યમંત્રી આ બાબતે તાકીદે નિર્ણય લે તેવી ૭૦ હજાર પેન્શનરોની અપીલ પીએફ કચેરી-પેન્શન કચેરી રાજય સરકાર આદેશ કરે તો જ અમલવારી થઇ શકે તેમ જણાવે છેઃ હાસ્યાસ્પદ પેન્શનમાં મોટા અધિકારીઓ-મેનેજરો પણ સામેલ

   રાજકોટ તા.૧ર : ગુજરાત સરકારના એસ.ટી.-વીજ બોર્ડ સહિત તમામ બોર્ડ-નિગમોના પટ્ટાવાળાથી મેનેજર સુધી તમામ કર્મચારીઓ-ઓફિસરોનો માત્ર રપ૦ થી રપ૦૦થી ૩૦૦૦ જેવુ મશ્કરીરૂપ-હાસ્યાસ્પદ પેન્શન હાલમાં મળી રહ્યુ હોય એકી સાથે ૭૦ હજાર આવા કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ વ્યાપી ગયો છે.વર્ષોથી સાવ નજીક હાસ્યાસ્પદ પેન્શન અપાય છે એટલુ જ નહી સુપ્રિમ કોર્ટનો ચુકાદો છે કે રૂ.૬પ૦૦ મીનીમમ પેન્શન આપવુ પણ રાજય સરકારે તેની અમલવારી કરી નથી.

   આ ઉપરાંત કેન્દ્રના પ્રોવિડન્ટ ફંડ ઓર્ગે.ને પણ તમામ રીજીયન પીએફ કમીશ્નરોને પરિપત્ર પાઠવી અમલ કરવા પણ કહ્યુ છે પણ અમલ થતો નથી. સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ આવી ગયુ છે કે બોર્ડ-નિગમના કર્મચારીઓને લાવ પ૦૦ થી રપ૦૦ સુધીનું નજીવુ પેન્શન અપાય છે, તે વધારીને રૂ.૬પ૦૦ મીનીમમ કરી આપવુ પણ રાજય સરકારોની પેન્શન કચેરીઓએ અમલ નથી કર્યો.આ પેન્શન અધિકારીઓ એવુ છે કે, રાજય સરકારે કોઇ આદેશ નથી આપ્યો એટલે અમલ ન કરી શકીએ, આવા ૭૦ હજાર કર્મચારીઓ છે. એસ.ટી. વીજ બોર્ડના અધિકારી સુત્રો તથા ગ્રામીણ બેંકના સુત્રોએ ઉમેર્યુ હતુ કે રાજય સરકાર અમલવારી કરતી નથી, મામલો વિવાદમા છે, સરકાર કહે છે, તમને ન મળે.

   અત્રે નોંધનીય છે કે, ર૦૦૬ સુધીમાં નિવૃત થયેલ એસ.ટી. બોર્ડ, વીજ બોર્ડ, ગ્રામીણ બેંક, અન્ય બોર્ડ, નિગમોના ૭૦ હજાર કર્મચારીઓ માટે સુપ્રિમ કોર્ટે આ નજીવુ પેન્શન એસએલપી નં.૩૩૦૩ર, ૩૩૦૩૩ ઓફ ર૦૧પથી રૂ.૬પ૦૦ સુધી કરી આપેલ છે પરંતુ તેનો અમલ આજ સુધી થયો નથી.પીએફ કમિશ્નરોના સુત્રોના અને પી.એફ. કચેરીના સુત્રો એવુ કહે છે કે, રાજય સરકાર આદેશ કરે તો જ રૂ.૬પ૦૦ સુધીનું મીનીમમ પેન્શન આપી શકાય, હજારો કર્મચારીઓ વર્ષોથી રાહ જુએ છે, કોઇ ન્યાય મળતો નથી, ૭૦ હજાર નિવૃત કર્મચારીઓમાં વ્યાપક રોષ છે.આ બાબતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ ૭૦ હજાર પેન્શનરોના પ્રશ્નનો નિર્ણય લ્યે તેવી પેન્શનરોએ દર્દભરી અપીલ કરી છે, સાતમ-આઠમના તહેવારો ઉપર અમલવારીની ભેટ અપાય તેવી પણ વિનંતી કરી છે.

 (02:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS