Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

ગ્રામ વિકાસને સરકારની અગ્રતાઃ નરહરિ અમીન, વડોદરાના કરજણ પંથકમાં વિકાસનો ઉત્સવ

ગ્રામ વિકાસને સરકારની અગ્રતાઃ નરહરિ અમીન,  વડોદરાના કરજણ પંથકમાં વિકાસનો ઉત્સવ

   વડોદરા તા. ૧૨ : સ્વતંત્રતા દિવસની રાજયસ્તરીય ઉજવણીના ભાગરૂપે આજે કરજણ તાલુકાના લાકોદરા, બોડકા, કણભા, સાંપા, ખાંધા, કુરાઇ, અભરા, પીંગલવાડા, જુની જીથરડી અને મીયાગામમાં વિકાસ ઉત્સવો યોજાયા હતા. આ વિકાસ ઉત્સવોમાં રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી નરહરિભાઇ અમીન, ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ પ્રવિણભાઇ પંડ્યા અને ધારાસભ્યશ્રી સતીષભાઇ પટેલના સાનિધ્યમાં ગ્રામ વિકાસને અભૂતપૂર્વ વેગ આપનારા રૂ. ૨૮૩.૭૭ લાખની કિમતના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ આયોજનને પગલે પ્રાથમિક શાળાઓમાં વધારાના ઓરડા, ગ્રામ ફળિયાઓમાં સ્વચ્છતાવર્ધક પેવર બ્લોકસ, આર.સી.સી. રસ્તા જેવી સગવડોનો તાલુકાના ગામોને લાભ મળતો થયો હતો.

   શહેરી વિકાસ કરતાં પણ વધુ નાણાંકીય અનુદાનોની ફાળવણી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજીની પ્રગતિશીલ સરકારે ગ્રામ વિકાસ માટે કરી છે એવી જાણકારી આપતાં શ્રી નરહરિભાઇ અમીને જણાવ્યુ હતું કે, રાજય સરકાર ગ્રામ વિકાસ માટે સંકલ્પબધ્ધ છે અને ગ્રામ વિકાસને ટોચઅગ્રતા આપે છે. એક વર્ષના ટૂંકાગાળામાં રાજય સરકારે લોકહિત માટે લીધેલા ૪૫૦થી વધુ મેરેથોન નિર્ણયોની તલસ્પર્શી છણાવટ કરવાની સાથે તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ત્રણ વર્ષના યશસ્વી શાસનકાળ દરમિયાન ભારત સરકારે અમલમાં મૂકેલી અભૂતપૂર્વ ૧૦૬ કલ્યાણ યોજનાઓના લાભોની વિગતવાર જાણકારી આપી હતી.

 (02:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS