Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

સસ્તા અનાજના દુકાનદારો સયમતા જાળવે પુરની સ્થિતિમાં હડતાલનું વલણ વ્યાજબી નથી

તહેવારો સંદર્ભે વધારાના ખાંડ-તેલ મોકલી દેવાયા છેઃ દુકાનદારોના પ્રશ્નોનું નિરાકરણ ચાલુ છે

   ગાંધીનગર તા.૧ર : નિયામકશ્રી અન્ન નાગરિક પુરવઠા દ્વારા એક યાદીમાં ઉમેરાયુ છે કે, એસોસીએશન દ્વારા મળેલ રજુઆત અન્વયે ગુજરાત સરકાર દ્વારા તા.ર૩-૦પ-ર૦૧૭ના ઠરાવથી વ્યાજબીભાવની દુકાનોને પોષણક્ષમ બનાવવા માટે સમિતિની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત સમિતિ દ્દ્વારા સતત બેઠક બોલાવી પ્રશ્નોના નિરાકરણ લાવવાના પ્રયત્નો ચાલુમાં છે. વધુમાં વ્યાજબી ભાવના દુકાનદારોની પોષણ ક્ષમતા જળવાઇ રહે તે હેતુથી સીએસસી ડીજીટલ પોર્ટલ દ્વારા અન્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જે અંતર્ગત તેઓ સેવાઓનો ઉપયોગ કરી આવકમાં વધારો કરી શકે છે. હાલ રાજયની તમામ ૧૭૧૧૦ વ્યાજબી ભાવની દુકાનદારોને ઓગષ્ટ-ર૦૧૭ માટે પરમીટ આપી દેવામાં આવી છે. જેમાં તહેવારો નિમિતે વધુ ૧ કિ.ગ્રા ખાંડ તથા ૧ લીટર કપાસીયા તેલ પણ આપવામાં આવ્યુ છે અને તમામ વ્યાજબીભાવની દુકાને આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તા.૧-૮-ર૦૧૭ થી તા.૧૧-૮-ર૦૧૭ સુધી રેશનકાર્ડ ધારકોને ૩૯૩૦ મે.ટન ખાંડ તથા ૧ર૮૯ કિ.લીટર કપાસીયા તેલનું વિતરણ કરવામાં આવ્યુ છે.

   વ્યાજબીભાવના દુકાનદારઓની પોષણ ક્ષમતા વધે તે માટે રાજય સરકાર દ્વારા સકારાત્મક અભિગમ દાખવી તે માટે પ્રયત્નશીલ છે અને હાલ રાજયમાં પુરની સ્થિતિ સર્જાયેલ હોઇ તમામ વહીવટી તંત્ર પુર રાહતની કામગીરીમાં સંકળાયેલ છે જેથી આવા સંજોગોમાં આ પ્રકારનું વલણ દાખવવુ યોગ્ય જણાતુ નથી. (૩-૬)

 (12:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS