Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

દરેક હજયાત્રીઓએ ઈ-બ્રેસલેટ પહેરવું ફરજીયાત

કાલુપુર હજ હાઉસ ખાતે બુકીંગ સમયે માત્ર હજયાત્રી અથવા તેમના અધિકૃત વ્યકિતએ જ આવવું

   રાજકોટ :  ચાલુ વર્ષથી હજ માટે જતા તમામ હજયાત્રીઓને સઉદી હજ ઓથોરિટી  દ્વારા  ઈ-બ્રેસલેટ (ડિજિટલ  હાથપટ્ટી) આપવામાં આવશે. જે દરેક હજયાત્રીઓએ અમદાવાદ એરપોર્ટમાં પ્રવેશતી વખતે હાથમાં પહેરવું ફરજિયાત છે. અન્યથા જિદ્દાહ એરપોર્ટ પર ઈમિગ્રેશનમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી ઉભી થશે. એમ ગુજરાત રાજ્ય  હજ  સમિતિના  સચિવ આઈ.એમ.  શેખે  એક  યાદીમાં જણાવ્યું છે. 

   કાલુપુર હજ હાઉસ, અમદાવાદ  ખાતે  હજ  ચાર્ટર ફ્લાઈટના બુકિંગની કામગીરી શરૂ થઈ  ગયેલ  છે.  દરમિયાન  દરેક હાજીએ આ ઈ-બ્રેસલેટ ખોવાય નહીં અથવા  ફાટે  નહીં  તેની  તકેદારી રાખવા તેમજ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત કર્મચારીઓ પાસે જ પહેરવા  જણાવાયું  છે.  બુકિંગ વખતે  હજ  હાઉસ,  કાલુપુર અમદાવાદ  ખાતે  દરેક  કવર નંબરના ફક્ત એક જ હજ યાત્રી અથવા  તેમના  દ્વારા  અધિકૃત કરાયેલ એક વ્યક્તિએ ઓરિજનલ સી-કાર્ડ અને ઓરિજનલ પે-ઈન- સ્લીપ લઈને હજ હાઉસ, કાલુપુર, અમદાવાદ ખાતે આવવું. દરેક હજ યાત્રીએ હજ હાઉસ, કાલુપુર ખાતે આવવાનું નથી.

   બુકિંગના સમયે હજયાત્રીને આપવામાં આવનાર મોબાઈલ સીમકાર્ડ અચૂકપણે હજ યાત્રીકો તેમની સાથે મક્કા-મદીના લઈ  જવાનું  રહેશે,  જે  જિદ્દાહ એરપોર્ટ    ઉપર  પહોંચ્યા  બાદ સંબંધિત  મોબાઈલ  કંપનીના કાઉન્ટર  ઉપર  હજયાત્રીકે બાયોમેટ્રિક્સ ફિંગર ઈમ્પ્રેશન થકી એક્ટિવેટ કરવાના રહેશે.

   બુકિંગ થયા બાદ સી.જી.આઈ. જીદ્દાહ ખાતેની ભારત સરકારની કચેરી દ્વારા દરેક હજ યાત્રીકોનો ડેટા અને મક્કા-મદીના ખાતે તેને મળનાર બિલ્ડીંગની વિગતો સહિત (ક) બિલ્ડીંગ સ્ટીકર, (ખ) આઈડેન્ટી કાર્ડ સ્ટીકર, (ગ) લગેજ બેગ સ્ટીકર એમ ત્રણ પ્રકારના સ્ટીકરો સદર કચેરી  દ્વારા  અપલોડ  કરાશે ત્યારબાદ જ હજ હાઉસ, કાલુપુર ખાતે બુકિંગ થયાના બીજા દિવસે પાસપોર્ટ  અને  સ્ટીકર  અનુક્રમે પ્રથમ ફ્લાઈટના બપોરે ૧ર.૦૦ કલાકે દ્વિતીય ફ્લાઈટના બપોરે  અને  તૃતિય ફ્લાઈટના સાંજે ૪ કલાકે દરેક હજ યાત્રિકને અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ વ્યક્તિને આપવામાં  આવશે.  દરેક  હજ યાત્રિકને તેમની બે બેગ પ્રમાણે ડેટા ટેગ અમદાવાદ એરપોર્ટ ખાતે હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઈ દ્વારા   આપવામાં  આવેલ લગાવવામાં આવશે.(૩૭.૭)

 (12:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS