Samachar Business

News of Friday, 11th August, 2017

સોનામાં મજબૂતીઃ વૈશ્વિક બજારમાં ભાવ બે માસની ઊંચાઈએઃ ચાંદીમાં પણ તેજી

સોનામાં મજબૂતીઃ વૈશ્વિક બજારમાં ભાવ બે માસની ઊંચાઈએઃ ચાંદીમાં પણ તેજી

   રાજકોટ, તા.૧૧ : સોના ચાંદીમાં મજબૂતીનો માહોલ જોવાઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ૨ મહિનાની ઉંચાઈએ પહોંચી છે. જોકે બાદમાં ટોચના મથાળેથી થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે, જોકે કોમેકસ પર ૧૨૭૫ ડૉલરની ઉપર સોનામાં કારોબાર થઈ રહ્યો છે.

   એમ મનાય રહ્યું છે કે, અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધતા તણાવથી ફરી ડૉલર પર દબાણ વધ્યું છે, જેથી સોનાને સપોર્ટ મળી રહ્યો છે. સોનું જયા દોઢ ટકા વધ્યું છે, બીજીતરફ ચાંદીમાં લગભગ અઢી ટકાની તેજી આવતી દેખાઈ રહી છે. હાલ ચાંદી ૩૮૬૮૩ના સ્તર પર કારોબાર કરી રહી છે.

 (09:12 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS